પોલીસે શાહરૂખની સુરક્ષાની સમીક્ષા કરી : પાકિસ્તાન મીડિયા વોર જીત્યું?

ઉલ્લેખનીય છે કે પાછલા સપ્તાહે જ પોલીસ સુરક્ષાની સમીક્ષા કર્યા બાદ પોલીસે શાહરૂખને કોઇ જોખમ નહીં હોવાનું જણાવી સુરક્ષા દૂર કરી હતી. ત્યાર બાદ પોતાને આપવામાં આવેલું સુરક્ષા કવચ હટાવી લેવાયું હોવાની જાહેરાત પણ શાહરૂખ ખાને કરી હતી. જો કે પાકિસ્તાનની ટિપ્પણી બાદ હવે મુંબઈ પોલીસ ફરી પોતાના નિર્ણયની સમીક્ષા કરશે. શાહરૂખ ખાનને વર્ષ 2008માં ઇન્ડિયન મુજાહિદ્દીન તરફથી ઇ-મેઇલ મારફતે મળેલી ધમકીને પગલે તેને સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી.
બોલીવુડ સુપરસ્ટાર એસઆરકેની સુરક્ષા અંગે પાકિસ્તાનના ગૃહ પ્રધાન રહેમાન મલિકે ભારતમાં સુરક્ષા વ્યવસ્થા અંગે કરેલી કમેન્ટ અને પાકિસ્તાનના કટ્ટરવાદી નેતા હાફીઝ સઈદે શાહરૂખ ખાનને પાકિસ્તાનમાં આવી જવાની કરેલી ઓફર વગેરે કારણોને લીધે શાહરૂખના સુરક્ષા કવચનો મામલો ચર્ચાસ્પદ બન્યો છે.
પાકિસ્તાનની ટિપ્પણીના જવાબમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન આર.કે. સિંહે કહ્યું છે કે પાકિસ્તાનના નેતાઓ તેમના પોતાના લોકોની સલામતીની ચિંતા કરે. બીજી તરફ રાષ્ટ્રીય સ્તરે મુખ્ય વિરોધ પક્ષ ભાજપે પણ કહ્યું છે કે વિશ્વમાં મુસ્લિમો માટે ભારત સિવાય સુરક્ષિત દેશ બીજો કોઈ નથી.












Click it and Unblock the Notifications
