સરળ નથી PMની રેલીમાં તોફાની તત્વોનુ પહોંચવુ, આ ટેકનિકનો થઈ રહ્યો છે ઉપયોગ
જે રીતે દેશભરમાં નાગરિકતા સુધારા કાયદા, નેશનલ પોપ્યુલેશન રજિસ્ટરના વિરોધમાં પ્રદર્શનો ચાલી રહ્યા છે તે દરમિયાન પીએમ મોદીની રેલી માટે વિશેષ સાવચેતી રાખવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીની રેલીમાં આવતા દરેક વ્યક્તિની પોલિસ વ્યવસ્થિત ઓળખ કરી રહી છે અને આના માટે ઑટોમેટિક ફેશિયલ રેકગ્નીશન સૉફ્ટવેર એટલે કે એએફઆરએસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ટેકનિકનો ઉપયોગ કરીને લગભગ દોઢ લાખ લોકોની ઓળખ કરવામાં આવી છે. વાસ્તવમાં 22 ડિસેમ્બરે પ્રધાનમંત્રી મોદીની રેલી દિલ્લીના રામલીલા મેદાનમાં થઈ હતી.

રેલી દરમિયાન થયો ઉપયોગ
માહિતી અનુસાર દેશના ઈતિહાસમાં પહેલી વાર એવુ બન્યુ કે રાજકીય રેલીમા પોલિસે એએફઆરએસ ટેકનિકનો ઉપયોગ કર્યો છે. રેલી દરમિયાન કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટના ન થાય એના માટે પોલિસે તમામ લોકોના ચહેરા એ લોકો સાથે મિલાવ્યા જે નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં રેલી કે વિરોધ પ્રદર્શનમા શામેલ થયા હતા. તમને જણાવી દઈએ કે આ પહેલા આ ટેકનિકનો ઉપયોગ 2018માં કરવામાં આવ્યો હતો જ્યારે દિલ્લી હાઈકોર્ટે ગુમ થઈ ગયેલા બાળકોને શોધવાનો આદેશ આપ્યો હતો. પોલિસે બાળકોની શોધ થઈ શકે તે માટે આ ટેકનિકનો ઉપયોગ કર્યો હતો.

3 વાર થઈ ચૂક્યો છે આનો ઉપયોગ
એએફઆરએસ ટેકનિકનો ઉપયોગ 22 ડિસેમ્બરથી પહેલા ત્રણ વાર થયો છે. બે વાર આ ટેકનિકનો ઉપયોગ સ્વતંત્રતા દિવસે કરવામાં આવ્યો જ્યારે એક વાર આનો ઉપયોગ ગણતંત્ર દિવસે કરવામાં આવ્યો છે. 22 ડિસેમ્બરે પીએમ મોદીની રેલીમા આવનારા લોકોએ આ સુરક્ષા તપાસમાંથી પસાર થવુ પડ્યુ. રેલી સ્થળમાં પ્રવેશ કરવા માટે એક તરફ મેટલ ડિટેક્ટર લાગ્યા હતા તો બીજી તરફ કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો હતો જ્યાં ફેશિયલ ડેટાસેટથી લોકોને ચહેરા મિલાવવામાં આવી રહ્યા હતા.
આ પણ વાંચોઃ કોંગ્રેસ આજે દેશભરમાં CAAના વિરોધમાં કરશે ફ્લેગ માર્ચ, બંધારણની પ્રસ્તાવના વાંચશે

દોઢ લાખ લોકોનો ડેટા તૈયાર
સૂત્રોની માનીએ તો દિલ્લી પોલિસે લગભગ દોઢ લાખ હિસ્ટ્રી શીટર્સના ફોટો સેટ તૈયાર કર્યા છે. જેના દ્વારા આ તમામ ગુનેગારો પર નજર રાખવામાં આવી રહી છે. આ દોઢ લાખ લોકોના ફોટો ડેટામાં 2000 શંકાસ્પદ આતંકવાદી પણ શામેલ છે. વાસ્તવમાં આ એટલા માટે કરવામાં આવ્યુ છે જેથી આ લોકો કોઈ પણ આયોજનમાં કોઈ પણ પ્રકારની ગરબડ ના ફેલાવે. પોલિસ સમયે સમયે આ લોકોની તપાસ કરતી રહે છે. ઉલ્લેખનીય છે કે એનઆરસી, સીએએ સામે દિલ્લીના અલગ અલગ ભાગોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. એવામાં પોલિસ આ ટેકનિકના ઉપયોગથી લોકોના ચહેરા મિલાવતી રહે છે.