• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

લોકસભા ચૂંટણી 2019: બીજા તબક્કામાં કાલે 95 સીટ પર મતદાન, જાણો રાજકીય ગણિત

|

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ના બીજા તબક્કાના ચૂંટણી પ્રચાર પર મંગળવારે સાંજે બ્રેક લાગી જશે. 18 એપ્રિલના રોજ બીજા તબક્કામાં 12 રાજ્યોની 95 લોકસભા સીટ પર મતદાન થશે. જે લોકસભા સીટ પર બીજા તબક્કામાં મતદાન થનાર છે તેમાં સૌથી વધુ તમિલનાડુની 38 અને કર્ણાટકની 14 સીટ છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશની 8, બિહારની 5, મહારાષ્ટ્રની 10, ઓરિસ્સાની 5, આસામની 5, છત્તીસગઢની 3, પશ્ચિમ બંગાળની 3, જમ્મુ અને કાશઅમીરની 2, મણિપુરની 1 અને પોંડીચેરીની 1 લોકસભા સીટ પર ગુરુવારે વોટિંગ થશે. આ ફેઝમાં યૂપીથી હેમા માલિની, રાજ બબ્બ અને એસપી સિંહ બઘેલ, જ્યારે તમિલનાડુમાં પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમના દીકરા કાર્તિ, કનિમોઝી, કર્ણાટકથી વીરપ્પા મોઈલી જેવા કેટલાય વીવીઆઈપી ઉમેદવારોની કિસ્મતનો ફેસલો થશે.

તમિલનાડુની તમામ 39 સીટ પર એક જ તબક્કામાં મતદાન થનાર હતું પરંતુ વેલ્લોર સીટ પર ચૂંટણી પંચે વધુ માત્રામાં જપ્ત કરેલ રકમ બાદ મતદાન રદ્દ કરી દીધું છે. હવે રાજ્યની 38 સીટ પર વોટિંગ થશે. કોંગ્રેસ-ડીએમકે ગઠબંધની વચ્ચે સીટોની વહેંચણી અંતર્ગત વેલ્લોર સીટ ડીએમકેને ગઈ છે. આ ચૂંટણીમાં એઆઈએડીએમકે સમક્ષ અમ્મા વિના પાર્ટીની સાખ બચાવી રાખવાનો પડકાર છે. જ્યારે વિપક્ષી ડીએમકે સમક્ષ કરુણાનિધિ વિના પોતાનો રાજકીય દબદબો ફરીથી હાંસલ કરવાનો પડકાર છે.

પાછલી લોકસભા ચૂંટણીમાં એઆઈએડીએમકેએ 39માંથી 37 સીટ જીતી લીધી હતી, તો ડીએમકેનું ખાતું પણ નહોતું ખુલી શક્યું. તમિલનાડુમાં કનિમોઝી, વીરાસામ, એ રાજા અને દયાનિધિ મારન સહિત કેટલાય દિગ્ગજો મેદાનમાં હશે. જો કર્ણાટકની તમામ 14 સીટની વાત કરીએ તો અહીં બીજા તબક્કામાં બધી સીટ પર ચૂંટણી થઈ રહી છે. 18 એપ્રિલે થઈ રહેલ ચૂંટણીમાં વીરપ્પા મોઈલી, તેજસ્વી સૂર્યા, સદાનંદ ગૌડા, એચડી દેવગૌડા અને કુમારસ્વામીના દીકરા નિખિલ કુમારસ્વામીની કિસ્મતનો ફેસલો થશે.

યૂપીમાં બીજા તબક્કાની 8 સીટ પર 18 એપ્રિલે મતદાન થશે. આ તબક્કામાં નગીના, અમરોહા, બુલંદશહર, અલીગઢ, હાથરસ, મથુરા, આગરા અને ફતેહપુર સીકરીમાં વોટિંગ થશે. જો આ તબક્કામાં વીવીઆઈપી ઉમેદવારોની વાત કરીએ તો મથુરાથી હેમા માલિની, ફતેહપુર સીકરીથી રાજ બબ્બર, આગરાથી એસપી સિંહ બઘેલ, અમરોહાથી કુંવર દાનિશ અલી સહિત કેટલાય મોટા ચેહરાઓની કિસ્મતનો ફેસલો થશે. બીજા તબક્કામાં તમામ આઠ સીટ પર 2014માં ભાજપે જીત હાંસલ કરી હતી. આ વખતે ભાજપે આ સીટો પર કેટલાક ઉમેદવારોને રિપિટ કર્યા છે તો કેટલાકની ટિકિટ કાપી છે.

તામિલનાડુ: દુકાનથી જથ્થાબંધ કેશ મળી આવી, જોરદાર બબાલ થઇ

બીજા તબક્કામાં મહારાષ્ટ્રની પણ 10 લોકસભા સીટ પર 18 એપ્રિલે વોટ પડશે. જેમાં બુલઢાના અકોલા, અમરાવતી, હિંગોલી, નાંદેડ, પરભણી, બીડ, ઉસ્માનાબાદ, લાતૂર અને સોલાપુર સીટ સામેલ છે. 2014ના હિસાબે અહીં જોઈએ તો આ 10 સીટમાંથી પાંચ સીટ પર ભાજપનો કબ્જો છે. જ્યારે શિવસેનાના 3 અને કોંગ્રેસના 2 સાસંદો છે. મહારાષ્ટ્રની સોલાપુર લોકસભા સીટથી કોંગ્રેસ તરફથી પૂર્વ ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે ફરી એકવાર ચૂંટણી મેદાનમાં છે. બીડ સીટથી ભાજપે ગોપીનાથ મુંડેની દીકરી પ્રીતમ મુંડેને ઉતારી છે, જ્યારે નાંદેડથી મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અશોક ચૌહાણને આ વખતે મેદાનમાં ઉતાર્યા છે.

સાંસદોની સંપત્તિ

ઓરિસ્સામાં બીજા તબક્કામાં 18 એપ્રિલે 5 સીટ પર મતદાન થનાર છે. આ તબક્કામાં બરગઢ, સુંદરગઢ, બલાંગીર, કંધમાલ અને અસ્કા લોકસભા સીટ પર વોટિંગ થનાર છે. અહીં પર ત્રિકોણીય મુકાબલો છે. જ્યાં હાલની સત્તાધારી પાર્ટી પર પોતાની સીટ બચાવવાનો દબાવ હશે જ્યારે બીજી બાજુ ભાજપ આ રાજ્યોમાં પોતાનો જનાધાર વધારવાની કોશિશમાં છે. જ્યારે કોંગ્રેસ કેટલીય સીટ પર આ બંને પાર્ટીઓને આકરી ટક્કર આપી રહી છે. જો વાત આસામની કરીએ તો અહીં પર બીજા તબક્કામાં પાંચ સીટ પર મતદાન થનાર છે. આ તબક્કામાં કરીમગંઝ, સિલચર, મંગલદોઈ, ઑટોનૉમસ ડિસ્ટ્રિક્ટ, નૌગાંવમાં વોટ પડશે. સિલચર સીટ પર કોંગ્રેસની સુષ્મિતા દેવ અને ભાજપના રાજદીપ રૉયની વચ્ચે મુકાબલો છે, જ્યારે નૌગાંવ સીટ પર ભાજપના પરરુપક શર્મા અને કોંગ્રેસના પ્રદ્યુત બોરદોલોઈ વચ્ચે કાંટાની ટક્કર છે.

લોકસભાના પળેપળના સમાચાર અને દરેક માહિતીથી માહિતગાર થવા અહીં ક્લિક કરો

બીજા તબક્કામાં છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળની ત્રણ-ત્રણ સીટ પર 18 એપ્રિલે મતદાન થનાર છે. છત્તીસગઢની રાજનંદગાંવ, મહાસમુંદ અને કાંકેર સીટ પર વોટિંગ થનાર છે. છત્તીસગઢમાં આ વખતે પણ મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે, પરંતુ 2004, 2009 અથવા 2014ની લોકસભા ચૂંટણીની સરખામણી 2019ની લોકસભા ચૂંટણી અલગ હશે, કેમ કે પાછલી ત્રણ ટર્મથી અહીં ભાજપનું શાસન હતું, પરંતુ 15 વર્ષ બાદ હવે કોંગ્રેસ સત્તામાં પરત ફરી ચૂકી છે. જ્યારે વેસ્ટ બંગાળની ત્રણ સીટ જલપાઈગુડી, દાર્જિલિંગ, રાયગંઝમાં પણ 18 એપ્રિલે ચૂંટણી થનાર છે. આ તબક્કામાં બંગાળમાં એકપણ હૉટ સીટ નથી.

બીજા તબક્કામાં જમ્મુ અને કાશ્મીરની બે સીટ, ત્રિપુરા અને પોંડીચેરીની એક-એક સીટ માટે 18 એપ્રિલે મતદાન થનાર છે. જમ્મુ અને કાશ્મીરમાં શ્રીનગર અને ઉધમપુરમાં વોટિંગ થનાર છે. બંને વીવીઆઈપી સીટ છે. જ્યાં શ્રીનગર સીટથી નેશનલ કોન્ફ્રેન્સ અધ્યક્ષ ફારુક અબ્દુલ્લા મેદાનમાં છે તો બીજી તરફ ઉધમપુરથી ભાજપના કેબિનેટ મંત્રી જિતેન્દ્ર સિંહ તેમને ટક્કર આપશે. જ્યારે મણિપુર સીટ પર અને પોંડીચેરીની સીટ પર વોટિંગ થનાર છે. જો કે 18 એપ્રિલે ત્રિપુરાની ત્રિપુરા પૂર્વ સીટ પર વોટિંગ થનાર હતું, ચૂંટણી પંચે ત્રિપુરા (પૂર્વ) લોકસભા ક્ષેત્રમાં ખરાબ કાનૂન વ્યવસ્થાને કારણે 18 એપ્રિલે થનાર મતદાનને મંગળવારે ટાળવાની ઘોષણા કરી છે અને કહ્યું કે અહીં હવે 23 એપ્રિલે ચૂંટણી કરાવાશે. આયોગે જણાવ્યું કે તેઓ કાનૂન વ્યવસ્થા નિષ્પક્ષ અને સ્વતંત્ર ચૂંટણી કરાવવા અનુકૂળ નથી.

English summary
political maths for second phase of lok sabha elections, Polls will be held at 95 seats
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more