For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહાકુંભ ધર્મસંસદમાં મોદી અને રામ નામનું 'રાજકારણ'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

અલ્હાબાદ, 7 ફેબ્રુઆરી: આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે મહાકુંભમાં પહોંચીને એકવાર ફરી રામ મંદિર નિર્માણનો સંકલ્પ બીજીવાર અપાવ્યો છે. તેમને કહ્યું હતું કે રામ મંદિર દેશની અસ્મિતાનો સવાલ છે. આ સાથે મોહન ભાગવતે ગૃહમંત્રી સુશિલ કુમાર શિંદેના નિવેદન પર તેમને આડે હાથ લીધા હતા. તેમને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પોતાના મિત્ર ગણાવ્યા હતા. તેમને એ પણ કહ્યું હતું કે ભાજપ, સંઘ અને વિહિપ કોઇપણ પ્રકારની હિંસા કરતી નથી. મોહન ભાગવતે કહ્યું હતું કે અમે દેશને એક સ્વસ્થ્ય દેશ બનાવીશું અને તે કામ સનાતન ધર્મ કરશે. મહાકુંભને આકર્ષવા માટે ભાજપ દરેક પ્રકારના પ્રયત્નો કરી રહી છે. માનવામાં આવે છે કે તે હવે હિન્દુત્વના માર્ગે પરત પાછી ફરતી જોવા મળે છે. સંઘના પ્રયત્નોથી એમ લાગે છે, પરંતુ હવે એ જોવાનું રહ્યું કે ભાજપ આ એજન્ડાને કેટલો આગળ વધારે છે.

મોહન ભાગવતે શિંદે પર કર્યો પ્રહાર

મોહન ભાગવતે કહ્યું હતું કે રાવણ સાથે લડવું છે, પરંતુ અમારી મદદ કરનારા કોઇ મોટા લોકો નથી. લોકશાહી મેળવવા માટે જે જોઇએ તે અમારી પાસે છે, બાકી શું નથી તેનાથી અમને મતલબ નથી. આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું હતું કે રામ મંદિર આપણા દેશની ઓળખ છે, તેને સ્થાપિત કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. નરેન્દ્ર મોદી અંગે મોહન ભાગવતે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી મારા મિત્ર છે અને રાજકીય રીતે હું કશું બોલતો નથી. ગૃહમંત્રી સુશિલ કુમાર શિંદેના ભગવા આતંકના નિવેદન પર મોહન ભાગવતે કહ્યું હતું કે ના તો હિન્દુમાં હિંસા છે, ના તો સંઘમાં હિંસા છે.

મહાકુંભમાં ધર્મસંસદનો બીજો દિવસ

આજે મહાકુંભમાં વિશ્વ હિન્દૂ પરિષદની ધર્મસંસદનો બીજો દિવસ છે. આ પહેલાં બુધવારે ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહે હિન્દુત્વના એજન્ડા પર પાછા ફરવાનો સ્પષ્ટ સંકેત આપ્યો છે તો આજે સંઘ પ્રમુખ મોહન ભાગવતનો વારો હતો. બંનેએ મહાકુંભમાં કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા. ગૃહમંત્રી સુશિલ કુમાર શિંદેના ભગવા આતંકના નિવેદન પર સંઘે ઘેરાવો કર્યો હતો અને સંકેત આપ્યા હતા કે ભાજપ રામ મંદિરના મુદ્દે ફરી પાછી ફરશે.

મંદિર નહી બને તો 6 લાખ ગામમાં રામ નામ જાપ

આ દરમિયાન વિશ્વ હિન્દૂ પરિષદ સાંસદના મોનસૂન સત્ર સુધી બધી પાર્ટીઓ રામ મંદિરના હકમાં કાયદો બનાવવાનું અલ્ટિમેટમ આપી રહી છે અને જો આમ કરવામાં નહી આવે તો 6 લાખ ગામમાં રામનામના જાપનો કાર્યક્રમ બનાવી રહી છે. ભલે વીએચપીનું આ પગલું હવાઇ લાગી રહયું હોય કે રામ મંદિર પર વીએચપી હાલ કોઇ નવું આંદોલન શરૂ કરવાના મૂડમાં નથી પરંતુ ભાજપમાં ઝડપથી પરિવર્તન જોવા મળી રહ્યું છે. આજે અલ્હાબાદની ધર્મસંસદમાંથી અવાજ નિકળશે પરંતુ ગૂંઝશે દિલ્હીની રાજકીય ગલીઓમાં.

English summary
In hindu dharma acharya sabha of vhp modi an ram mandir will main debating subject.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X