For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'મોદી લાવો દેશ બચાવો'ના નારાથી ગુંજી ઉઠ્યો કુંભનો મેળો

By Super
|
Google Oneindia Gujarati News

narendra-modi
અલ્હાબાદ, 7 ફેબ્રુઆરીઃ ગુજરાતમાં વિજયની હેટ્રિક નોંધવનારા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને એનડીએના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે તેવી પ્રચંડ માંગ ઉઠી રહી છે. મોદીના સમર્થકો દ્વારા અલ્હાબાદમાં વિહિપના કેમ્પ બહાર જોરદાર સુત્રોચ્ચાર કરવામાં આવી રહ્યાં છે. કેમ્પ બહાર એકઠાં થયેલા સમર્થકો એક જ વાત કહીં રહ્યાં છે કે, 'મોદી લાવો દેશ બચાવો'.

અલ્હાબાદ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના કેમ્પમાં વિહિપની ધર્મ સંસદની બેઠક શરૂ થઇ ગઇ છે. બેઠક શરૂ થઇ ત્યારથી કેમ્પની બહાર મોદી સમર્થકો મોટી માત્રામાં એકઠા થઇ ગયા છે, તેઓ મોદીને સમર્થન કરવા માટે એકઠા થયા છે અને તેમના સમર્થનમાં સુત્રોચ્ચાર કરવામાં આવી રહ્યાં છે.

મોદીને સમર્થન કરવા માટે એકઠા થયેલા લોકોનું કહેવું છે કે દેશને એક યુવા નેતાની જરૂર છે, જે દેશને સાચી દિશામાં લઇ જાય, તેઓ દેશના એક યુવા નેતા તરીકે ઉભરી રહ્યા છે અને આપણા દેશને તેના જેવા નેતાની જરૂર છે, તેથી એનડીએ દ્વારા તેમને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે ધોષિત કરવામાં આવવા જોઇએ.

નોંધનીય છે કે, આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અંગે પ્રશ્ન પુછવામાં આવતાં તેમને કહ્યું હતું કે નરેન્દ્ર મોદી મારા મિત્ર છે. તેમને એમ પણ કહ્યું હતું કે ભાજપ, સંઘ અને વિહિપ કોઇપણ પ્રકારની હિંસા કરતું નથી.

English summary
Supporters of Gujarat Chief Minister Narendra Modi shout slogans outside vhps Hindu Dharma Acharya Sabha, declare modi as prime ministerial candidate for upcomming election.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X