રાજકારણ અને રમતની ભેળસેળ ના થવી જોઇએ: પ્રધાનમંત્રી

જ્યારે પત્રકારોએ તેમને એવો પ્રશ્ન કર્યો કે શું કેન્દ્ર સરકાર આ મામલમાં દખલગીરી કરશે તો તો પ્રધાનમંત્રીએ જણાવ્યું કે 'હું આ પ્રકારની વાતો પર કોઇ ટિપ્પણી કરીશ નહીં. તેના પર હજી તપાસ ચાલી રહી છે.'
મંત્રીઓ સહિત ઘણા વરિષ્ઠ રાજનેતાઓ પણ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં શ્રેષ્ઠ પદો પર હોવાના સવાલ પર પ્રધાનમંત્રીએ જણાવ્યું કે 'મારા માટે આના પર પ્રતિક્રિયા વ્યક્ત કરવી ઠીક નથી. હું માત્ર એટલું જ કહી શકુ કે રમત અને રાજકારણને ભેગુ કરવું જોઇએ નહીં.'
કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તાર પર થઇ રહ્યો છે વિચાર
પ્રધાનમંત્રી મનમહોન સિંહે શુક્રવારે જણાવ્યું કે મંત્રીમંડળના વિસ્તાર પર વિચાર કરી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીયમંત્રી મંડળમાં ઘણા પદો ખાલી પડ્યા છે. કોંગ્રેસ નેતા અશ્વિની કુમાર અને પવન બંસલે હાલમાં જ રાજીનામું આપ્યું છે, જ્યારે તૃણમુલ કોંગ્રેસ અને દ્રવિડ મુનેત્ર કડગમ(ડીએમકે) પણ સરકાથી અલગ થઇ ગઇ, જેના કારણે તેમના નેતાઓએ કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધું છે.












Click it and Unblock the Notifications
