For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભા ચૂંટણી 2019: શિવસેનાએ ભાજપ સાથે ડીલના સંકેત આપ્યા

કેન્દ્ર અને મહારાષ્ટ્ર બંને જગ્યા પર ભાજપના સહયોગી શિવસેનાએ આગળની રણનીતિ બનાવવા માટે સોમવારે બેઠક કરી હતી.

|
Google Oneindia Gujarati News

કેન્દ્ર અને મહારાષ્ટ્ર બંને જગ્યા પર ભાજપના સહયોગી શિવસેનાએ આગળની રણનીતિ બનાવવા માટે સોમવારે બેઠક કરી હતી. આ બેઠક પછી પાર્ટીના સાંસદ અને નેતા સંજય રાઉત ઘ્વારા જણાવવામાં આવ્યું કે મહારાષ્ટ્ર્રમાં અમે બિગ બ્રધર છે, બિગ બ્રધર હતા અને બિગ બ્રધર રહીશુ. સીટ શેરિંગ અંગે સંજય રાઉત ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેના અંગે અમારી પાસે કોઈ જાણકારી નથી. તેમને કહ્યું કે અમારી પાસે કોઈ પ્રસ્તાવ નથી આવ્યો. અમે કોઈ પણ પ્રસ્તાવ સ્વીકાર નહીં કરીયે. તેમને કહ્યું કે શિવસેના બિગ બ્રધરની ભૂમિકામાં રહેશે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપ ગઠબંધનની નજીક, બંને દળો વચ્ચે વાતચીત ચાલુ

હંમેશા મુજબ એકલા લડવાની વાત નથી કરી

હંમેશા મુજબ એકલા લડવાની વાત નથી કરી

સૂત્રો અનુસાર બિહાર જેમ ભાજપ મહારાષ્ટ્રમાં પણ શિવસેના સામે નમતું જોખવા માટે તૈયાર થઇ ચુકી છે. બંને વચ્ચે 24-24 સીટો પર વાત બની રહી છે. આ વાત અલગ છે કે શિવસેના હજુ પણ આવા કોઈ પ્રસ્તાવથી ઇન્કાર કરી રહી છે. માત્રોશ્રી માં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પાસેથી માર્ગદર્શન લઈને બહાર નીકળેલા સાંસદોમાં એક સંજય રાઉતે કોઈ પણ પ્રસ્તાવથી ઇન્કાર કર્યો છે પરંતુ હંમેશા મુજબ એકલા લડવાની વાત નથી કરી.

મહારાષ્ટ્રમાં અમે મોટા ભાઈ

મહારાષ્ટ્રમાં અમે મોટા ભાઈ

સંજય રાઉત ઘ્વારા જણાવવામાં આવ્યું કે કોઈ ચર્ચા નથી થઇ. અમારી પાસે કોઈ પ્રસ્તાવ પણ નથી આવ્યો. ઉદ્ધવજી કહી ચુક્યા છે કે અમે પુરી રીતે લડવા માટે તૈયાર છે. મહારાષ્ટ્રમાં અમે મોટા ભાઈ છે એટલા માટે દેશની અને રાજ્યની રાજનીતિ કરીશુ.

સીટોનો ફોર્મ્યુલા નક્કી

સીટોનો ફોર્મ્યુલા નક્કી

જાણકારો અનુસાર મોટા ભાઈનો મતલબ મુખ્યમંત્રી પદ સાથે છે, જેનો મતલબ સીટોનો ફોર્મ્યુલા નક્કી થઇ ચુક્યો છે વાત ફક્ત વિધાનસભા ચૂંટણી પછી મુખ્યમંત્રી કોનો હોય તેના પર આવીને અટકી છે. શિવસેના કોઈ પણ કિંમતે પોતાનો જ મુખ્યમંત્રી ઈચ્છે છે. સંજય રાઉત ભલે કોઈ વાતની પુષ્ટિ નથી કરી રહ્યા પરંતુ ચર્ચા અહીં સુધી થઇ રહી છે કે રાજ્યની 48 લોકસભા સીટો પર બંને પાર્ટીઓ બરાબર 24-24 સીટો પર લડવા માટે તૈયાર થઇ ચુકી છે. ગઈ ચૂંટણીમાં ભાજપે 26 અને શિવસેનાએ 22 સીટો પર ચૂંટણી લડી હતી.

English summary
Polls coming, Shiv Sena signals it is ready to deal with BJP
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X