મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપ ગઠબંધનની નજીક, બંને દળો વચ્ચે વાતચીત ચાલુ
ભાજપ અને શિવસેના મહારાષ્ટ્ર્રમાં લોકસભા ચૂંટણીમાં ગઠબંધન કરીને ઉતરી શકે છે. છેલ્લા કેટલાક મહિનાઓથી બંને પાર્ટીઓ વચ્ચે ઘણી ચર્ચા ચાલી. એવું પણ લાગ્યું જે શિવસેના ભાજપથી અલગ થઇ શકે છે. બંને દળો વચ્ચે આવેલી ખટાસ પછી હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની શિવસેનાને સાથે લાવવાની કોશિશ સફળ થતી જોવા મળી રહી છે. સૂત્રો અનુસાર ભાજપ અને શિવસેના ગઠબંધન કરવાને ખુબ જ નજીક છે અને તેઓ જલ્દી તેના વિશે જાહેરાત પણ કરી શકે છે.
આ પણ વાંચો: લોકસભા ચૂંટણીમાં ગઠબંધન માટે ભાજપ શિવસેનાને મનાવશે

બંને પાર્ટી વચ્ચે ગઠબંધનનું એલાન થઇ શકે છે: ભાજપ નેતા
ભાજપા મંત્રી ચંદ્રકાંત પાટીલ ઘ્વારા જણાવવામાં આવ્યું કે શિવસેના-ભાજપ વચ્ચે રોજ બેઠક થઇ રહી છે. તેમને કહ્યું કે આ બંને દળો વચ્ચે ગમે ત્યારે ગઠબંધન વિશે એલાન થઇ શકે છે. ખબર અનુસાર ભાજપ સામે શિવસેનાએ શરત રાખી છે કે બરાબર સીટોની વહેંચણી કરવામાં આવે.

શિવસેનાએ કેટલીક શરતો રાખી
મહારાષ્ટ્ર ભાજપના એક નેતાએ આ વાતની પુષ્ટિ કરી છે. જયારે બીજી બાજુ ખબર આવી રહી છે કે ગઠબંધન માટે શિવસેનાએ ભાજપ સામે કેટલીક શરતો મૂકી છે. સૂત્રો અનુસાર વર્ષ 2014 લોકસભા વહેંચણી યથાવત રાખવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. જયારે ભાજપ સામે શિવસેનાએ શરત રાખી છે કે પાલઘરની સીટ તેમને આપવામાં આવે.

શુ કહે છે શિવસેના?
પરંતુ જયારે શિવસેના સાંસદ સંજય રાઉતને ગઠબંધન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમને કહ્યું કે ગઠબંધનની ચર્ચા વિશે તેમને કોઈ જ માહિતી નથી. તેમને કહ્યું કે શિવસેના કોઈના પણ પ્રસ્તાવની રાહ નથી જોઈ રહી. અમે તો ક્યારના એકલા ચૂંટણી લડવાની જાહેરાત કરી ચુક્યા છે અને પાર્ટી તેની તૈયારીમાં લાગી છે.