For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સીતા માતા વિશે જાણીતા શિક્ષક વિકાસ દિવ્યકીર્તિ એવુ બોલી ગયા કે થઈ ગયો મોટો વિવાદ, જાણો સમગ્ર મામલો

દેશના સૌથી પ્રખ્યાત શિક્ષક ડૉ.વિકાસ દિવ્યકીર્તિએ ભગવાન રામ અને માતા સીતા પર આવી ટિપ્પણી કરી છે. જેનાથી મોટો વિવાદ શરુ થઈ ગયો છે.

|
Google Oneindia Gujarati News

Vikas Divyakirti Controversy: દેશના સૌથી પ્રખ્યાત શિક્ષક ડૉ.વિકાસ દિવ્યકીર્તિએ ભગવાન રામ અને માતા સીતા પર આવી ટિપ્પણી કરી છે. જેનાથી મોટો વિવાદ શરુ થઈ ગયો છે. સોશિયલ મીડિયા પર વિકાસ દિવ્યકીર્તિ પર પ્રતિબંધ મૂકવાની માંગ BanDrishtiIAS હેશટેગ સાથે કરવામાં આવી રહી છે. કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ, દ્રષ્ટિ IASના સ્થાપક વિકાસ દિવ્યકીર્તિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે માતા સીતાને 'કૂતરા દ્વારા ચાટેલા ઘી' સાથે સરખાવી રહ્યા છે. તેમના આ વીડિયો સામે સેંકડો લોકોએ વાંધો ઉઠાવ્યો છે. RSS નેતા સાધ્વી પ્રાચીએ BanDrishtiIAS હેશટેગ ચલાવીને તેમની ટીકા કરી છે. જોકે, સોશિયલ મીડિયા પર કેટલાક લોકોનુ કહેવુ છે કે તેમનો આ વીડિયો અધૂરો છે. આવો જાણીએ શું છે સમગ્ર મામલો.

માતા સીતા વિશે શું કહ્યુ વિકાસ દિવ્યકીર્તિએ

માતા સીતા વિશે શું કહ્યુ વિકાસ દિવ્યકીર્તિએ

સાધ્વી પ્રાચી દ્વારા શેર કરાયેલ વિકાસ દિવ્યકીર્તિના વીડિયોમાં શિક્ષક વિકાસ કહી રહ્યા છે કે, 'વાલ્મીકિ રામાયણની આસપાસ અન્ય એક સર્જકે સંસ્કૃત શ્લોકમાં લખ્યુ છે, 'જ્યારે રામે રાવણનો વધ કર્યો ત્યારે સીતા રામ પાસે ગઈ હતી. જ્યારે તે ખુશીથી આવી રહી હતી ત્યારે રામે સીતાને રોકીને કહ્યુ, "હે સીતા, જો તમે એમ વિચારતા હોય કે મે તમારા માટે યુદ્ધ કર્યુ છે, તો તમે ભૂલમાં છો. મે યુદ્ધ તમારા માટે નહિ પણ મારા કુળના સન્માન માટે લડ્યુ છે. રહી તમારી વાત તો જેમ કૂતરા દ્વારા ચાટ્યા પછી ઘી ખાવાલાયક નથી રહેતુ એ જ રીતે તમે પણ મારા લાયક નથી રહ્યા.

'જરા વિચારો આવા લોકો કેવી વિચારસરણીવાળા IAS તૈયાર કરશે'

'જરા વિચારો આવા લોકો કેવી વિચારસરણીવાળા IAS તૈયાર કરશે'

સાધ્વી પ્રાચીએ હેશટેગ BanDrishtiIAS સાથે વીડિયો શેર કર્યો અને તેને રીટ્વીટ કરવા કહ્યુ છે. જ્યારે એક સામાજિક કાર્યકર જ્યોત જીતે (વેરિફાઈડ એકાઉન્ટ) લખ્યુ, 'આઇએએસને કોચિંગ આપતો આ વ્યક્તિ, મા સીતાની તુલના કૂતરાએ ચાટેલા ઘી સાથે કરી રહ્યો છે, આ મા સીતાનુ અપમાન છે. જરા વિચારો કે આવા લોકો કેવા પ્રકારની વિચારસરણીવાળાIAS અધિકારીઓ તૈયાર કરશે. શું આ વ્યક્તિ સામે કાર્યવાહી ન થવી જોઈએ...?' ટ્વિટર પર ઘણા લોકોએ આ હેશટેગ સાથે આ વીડિયો શેર કરીને વિકાસ દિવ્યકીર્તિની ટીકા કરી છે અને કહ્યુ છે કે આ નિવેદનોથી હિન્દુ ધર્મના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચે છે.

સમર્થન કરનારાઓએ શેર કર્યો આખો વીડિયો

સમર્થન કરનારાઓએ શેર કર્યો આખો વીડિયો

શિક્ષક ડૉ.વિકાસ દિવ્યકીર્તિના ઘણા સમર્થકો પણ સોશિયલ મીડિયા પર આગળ આવ્યા છે. તેમનુ કહેવુ છે કે શિક્ષક ડૉ. વિકાસ દિવ્યકીર્તિના જે વીડિયો પર તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે તે અધૂરો છે. તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર એક અન્ય વીડિયોમાં વિકાસ દિવ્યકીર્તિનુ સંપૂર્ણ નિવેદન છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે, રામે ક્યારેય એવુ નથી કહ્યુ કે સીતા તેમના લાયક નથી. આ લેખક અને સર્જકના વિચારો હોય છે જે તે પાત્ર (રામ) ના મુખ દ્વારા મૂકે છે. તુલસીદાસે તેમની રામાયણમાં આ વાતનો ઉલ્લેખ કર્યો નથી... કારણ કે તેઓ જાણતા હતા કે જો તેઓ મહિલાઓ અને તેમના ચરિત્ર વિરુદ્ધ કંઈ બોલશે તો તે સમયની મહિલાઓ તેમનુ બેન્ડ વગાડી દેશે.'

'કૂતરાવાળુ કથન કોઈ ગ્રંથમા, કોઈ કવિ દ્વારા કહેવામાં આવ્યુ છે... '

'કૂતરાવાળુ કથન કોઈ ગ્રંથમા, કોઈ કવિ દ્વારા કહેવામાં આવ્યુ છે... '

એક સમર્થકે કહ્યુ, 'પહેલા આખો વીડિયો જુઓ, પછી મૂલ્યાંકન કરો. આપણે સનાતની છીએ, મૂર્ખ નથી. ગંદી રાજનીતિ અને સાધ્વી પ્રાચી જેવા ઓછા બુદ્ધિશાળી લોકોના ચક્કરમાં ન પડો. શિક્ષણના મંદિરોને આનાથી દૂર રાખો, કૂતરાવાળુ કથન એક કવિએ એક પુસ્તકમાં કહ્યુ છે.' ઘણા લોકોએ ડૉ. વિકાસ દિવ્યકીર્તિને ટેકો આપ્યો છે અને તેનો આખો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જો કે, ડૉ. વિકાસ દિવ્યકીર્તિએ હજુ સુધી આ મામલે કોઈ નિવેદન આપ્યુ નથી.

English summary
Popular UPSC Teacher Drishti IAS founder Vikas Divyakirti controversial remarks on Mata Sita
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X