પોર્ન દેખનારા સાવધાન, એકલા છુપાઈને પોર્ન જોનારાને થઈ શકે છે સજા

છેલ્લા ઘણા સમયથી ભારતમાં પોર્ન ફિલ્મો જોવા પર પ્રતિબંધની વાતો થઈ રહી છે. ભારત સરકાર દ્વારા ઘણી વેબસાઈટ બંધ પણ કરી દેવાઈ છે ત્યારે હવે કેરળ હાઈકોર્ટમાં ચાલી રહેલા એક કેસને કારણે મામલો ફરીથી ચર્ચામાં છે.

હાલમાં જ કેરણ પોલીસે રસ્તા પર પોર્ન ફિલ્મ જોતા એક વ્યક્તિની ધરપકડ કરી હતી અને તેના પર IPCની કલમ 292 હેઠળ કેસ નોંધ્યો હતો. આ મામલે કોર્ટમાં સુનાવણી શરૂ થઈ હતી.

Porn

કેરળ હાઈકોર્ટના જસ્ટિસ પીવી કુન્હિક્રિષ્નને તેતમામ આરોપોને ફગાવી દીધા. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થયો કે જો દેશમાં અશ્લીલ કન્ટેન્ટ જોવા પર સજાની જોગવાઈ છે તો આવું શા માટે કરવામાં આવ્યું? સોશિયલ મીડિયા પર આ અંગે ચર્ચા શરૂ થઈ છે.

સુપ્રીમ કોર્ટના એડવોકેટ આશિષ પાંડેનું કહેવું છે કે, માત્ર અશ્લીલ કન્ટેન્ટ જોવા અંગે ઘણા કાયદા છે. સૌથી મહત્વની બાબત એ છે કે આરોપી કેવા પ્રકારનું કન્ટેન્ટ જોઈ રહ્યો છે. જો કોઈ પુખ્ત આરોપી એકલો સામાન્ય પોર્નોગ્રાફિક સામગ્રી જોતો હોય જે ખાસ કરીને તે લક્ષ્ય જૂથ માટે બનાવવામાં આવે છે તો તેમાં કોઈપણ પ્રકારની સજાની જોગવાઈ નથી અને ન તો તેના પર પ્રતિબંધ છે.

ભારતીય બંધારણમાં ગોપનીયતા સંબંધિત કેટલાક અધિકારો આપવામાં આવ્યા છે જે ગેરકાયદેસર ન હોય ત્યાં સુધી પ્રતિબંધિત કરી શકાય નહીં.

આ જ બાબત પર ટિપ્પણી કરતા જસ્ટિસ પીવી કુન્હીક્રિષ્નને કહ્યું કે, આવા કેસને અપરાધની શ્રેણીમાં ન લાવી શકાય. આ નાગરિકની વ્યક્તિગત પસંદગીની બાબત છે. આમાં દખલ કરવી એ તેના ગોપનીયતાના અધિકારમાં દખલ કરવા જેવું છે.

કોર્ટે કહ્યું કે, સદીઓથી આવી વસ્તુઓ જોવાની પરંપરા રહી છે. ડીજીટલ યુગમાં માનવી માટે આ વસ્તુઓની પહોંચ સરળ બની ગઈ છે.

એડવોકેટ આશિષ પાંડે અન્ય એક પરિસ્થિતિ સમજાવે છે. તેઓ કહે છે કે, અમુક ખાસ પ્રકારનું અશ્લીલ કન્ટેન્ટ તમે ખાનગીમાં પણ જોઈ શકતા નથી. જો કોઈ વ્યક્તિ એકલા ચાઈલ્ડ પોર્નોગ્રાફી જોતો હોય તો તેને ગુનો ગણવામાં આવે છે અને આરોપીને POCSO એક્ટ હેઠળ સજા થઈ શકે છે.

આ સિવાય જો કોઈ મહિલા સાથે કંઇક ખોટું થાય છે અથવા બળાત્કાર થાય છે અને તમે તેને એકલા પણ જુઓ છો તો તે અપરાધની શ્રેણીમાં આવે છે.

આઈપીસી અનુસાર, જો અશ્લીલ સામગ્રી વેચવામાં આવે અથવા વહેંચવામાં આવે છે તો તે અપરાધની શ્રેણીમાં આવે છે. જો તમે તેને સીડીના રૂપમાં વેચો છો અથવા તેને WhatsApp પર કોઈની સાથે શેર કરો છો તો તે ગુનો છે. કોઈને બતાવશો તો સજા થઈ શકે છે.

IT એક્ટની કલમ 67 કહે છે કે, તેને ઇન્ટરનેટ પર બનાવવા અથવા શેર કરવા પર પ્રતિબંધ છે. નિયમનું ઉલ્લંઘન કરવા પર 3 વર્ષની સજા થઈ શકે છે. કલમ 67A અને 67B બાળ પોર્નોગ્રાફી સાથે સંબંધિત છે અને જણાવે છે કે આવી સામગ્રી એકલા જોવી ગેરકાયદેસર છે. આ સિવાય જો તમારા ફોનમાં પણ આવી તસવીરો જોવા મળે છે તો તે ગુનાની શ્રેણીમાં આવે છે. આ સ્થિતિમાં દલીલ કરી શકાતી નથી.

એડવોકેટ આશિષ પાંડે કહે છે કે, કોઈપણ પ્રકારની અશ્લીલ સામગ્રી બનાવવા પર પ્રતિબંધ છે. પછી ભલે તે ચાઇલ્ડ પોર્નોગ્રાફી સાથે સંબંધિત હોય અથવા તે એક મહિલા સાથે બનેલી ઘટના પર બનાવવામાં આવી હોય. કોઈપણ મહિલા પર અશ્લીલ સામગ્રી જોવા માટે દબાણ કરવું પણ ગુનો છે. તેને સાર્વજનિક સ્થળે જૂથ સાથે જોવું અને તેને સોશિયલ મીડિયા પર શેર કરવું પણ ગુનાના દાયરામાં આવે છે.

કાર્યવાહી દરમિયાન જસ્ટિસ પીવી કુન્હિક્રિષ્નને વાલીઓને સલાહ આપી અને કહ્યું કે, માતા-પિતા તેમના બાળકોને મોબાઈલ ફોન આપીને ખુશ કરે છે. પરંતુ તેની પાછળના જોખમથી તેઓને વાકેફ કરવાની જરૂર છે. બાળકોને તમારી હાજરીમાં તેમના માટે મહત્વપૂર્ણ એવા સમાચાર અને વીડિયો જોવાની મંજૂરી આપો.

18 વર્ષથી નીચેના બાળકોના કિસ્સામાં માતા-પિતાએ સાવચેત રહેવાની જરૂર છે. માતાપિતાએ તેમના બાળકોને ખુશ કરવા માટે ફોન ન આપવો જોઈએ. તેમણે કહ્યું કે, જો બાળકો અશ્લીલ સામગ્રી જોતા મોટા થાય તો તેના પરિણામો દૂરગામી હશે. હું આ બાળકોના માતાપિતાના ડહાપણ પર છોડી દઉં છું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X