Port Blair New Name : હવે અંદમાન નિકોબારના કેપિટલ પોર્ટ બ્લેરનું નામ બદલાયુ, જાણો નવુ નામ

Port Blair New Name: સત્તામાં આવ્યા બાદથી સતત નામ બદલી રહેલી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે હવે વધુ એક શહેરનું નામ બદલી દીધુ છે. અંદમાન નિકોબારના કેપિટલ પોર્ટ બ્લેરને નવુ નામ આપવામાં આવ્યુ છે.

કેન્દ્ર સરકારે આંદામાન અને નિકોબાર ટાપુઓની રાજધાની પોર્ટ બ્લેરનું નામ બદલીને શ્રી વિજયપુરમ કર્યુ છે. ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Andaman

ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી. ગૃહ મંત્રાલયે પોર્ટ બ્લેરનું નામ શ્રી વિજયપુરમ રાખવાનો નિર્ણય કર્યો છે. શ્રી વિજયપુરમ નામ આપણી આઝાદી માટેની લડત અને તેમાં આંદામાન અને નિકોબારના યોગદાનને દર્શાવે છે.

જણાવી દઈએ કે પોર્ટ બ્લેર એટલે કે શ્રી વિજયપુરમ આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહની રાજધાની છે. કુદરતી સૌંદર્ય, સમૃદ્ધ ઇતિહાસ અને સાહસિક પ્રવૃત્તિઓ માટે જાણીતું આ શહેર ભારતના પૂર્વ કિનારાથી લગભગ 1,200 કિલોમીટર દૂર આવેલું છે.

પોર્ટ બ્લેરનો ઈતિહાસ બ્રિટિશ શાસન સાથે જોડાયેલો છે. અંગ્રેજોએ આ ટાપુનો ઉપયોગ જેલ તરીકે કર્યો હતો. આજે પણ અહીં સેલ્યુલર જેલ છે, જેને કાલા પાણી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જેલનો ઉપયોગ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન ઘણા ક્રાંતિકારીઓને કેદ કરવા માટે કરવામાં આવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X