For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલની ગજબ થિયરી: ગરીબી માત્ર માનસિક સ્થિતિ, બાકી કશું નહીં

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 6 ઑગસ્ટ : કોંગ્રેસના યુવરાજ અને પાર્ટી ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી જ્યારે પણ કઇ બોલે છે ત્યારે હંમેશા તેમાં અપરિપક્વતાની ઊણપ દેખાઇ આવે છે. આ વખતે રાહુલ ગાંધીએ ગરીબી પર આશ્ચર્યજનક નિવેદન આપી દીધું છે જેને લઇને વિવાદ સર્જાઇ રહ્યો છે.

ગરીબી પર બોલતી વખતે રાહુલ ગાંધીએ જણાવ્યું કે તેની પર માત્ર આત્મવિશ્વાસ થકી જ કાબૂ મેળવી શકાય. ગરીબીની નવી પરિભાષા ગઢતી વખતે રાહુલ ગાંધીએ જણાવ્યું કે ગરીબી એક માનસિક અવસ્થા છે. ભોજન, રૂપિયા ભૌતિક ચીજવસ્તુઓની ઊણપ સાથે આને કોઇ લેવાદેવા નથી. જો આપનામાં આત્મવિશ્વાસ હોય તો ગરીબીમાંથી બહાર નીકળી શકો છો.

એક સેમિનારમાં બોલતી વખતે રાહુલ ગાંધીએ જણાવ્યું કે ગરીબીનું ભોજન, રૂપિયા અને ભૌતિક વસ્તઓની કમી સાથે કોઇ સંબંધ નથી. તેમનું માનવું છે કે દાન આપવાથી કંઇ ગરીબી દૂર નથી થવાની. જ્યાં સુધી લોકો પોતાનામાં આત્મવિશ્વાસ નહી લાવે ગરીબીના ચક્રવ્યૂહને તોડવું અશક્ય છે.

rahul gandhi
અલ્હાબાદના ઝૂંસી સ્થિત ગોવિંદ વલ્લભ પંત સામાજિક શોધ સંસ્થાનના દલિત રિસોર્સ સેન્ટર દ્વારા આયોજિત સેમિનારમાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે 'સરકાર ગરીબો માટે ભલે ગમે તેટલી કલ્યાણકારી યોજનાઓ બનાવીએ, ગરીબ ગરીબીની સાંકળમાંથી ત્યાં સુધી નહીં છૂટે, જ્યાં સુધી તે અંદર આત્મવિશ્વાસ અને આત્મશક્તિ પેદા ના કરી લે.'

જાતિગત વોટની રાજનીતિ રમતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે હું આપની મુશ્કેલીઓ જાણવા માંગુ છું. આપના ઘરે આવવા માંગુ છું. આપની સાથે માત્ર એક-બે દિવસ માટે નહીં પરંતુ હંમેશ માટેનો સંબંધ બાંધવા માગું છું. રાહુલ ગાંધીએ અત્રે ઉપસ્થિત દલિત લોકોની સમસ્યા સાંભળીને તેને પૂરી કરવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો.

English summary
Hailing the role of self-help groups in advancement of marginalised section of society, Congress vice-president Rahul Gandhi said they provide the poor with “self-confidence to overcome poverty”.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X