Pradyuman કેસમાં સીબીઆઇ એ 11માં ધોરણમાં ભણતા એક વિદ્યાર્થી કરી અટક
ગુરુગ્રામ : રાયન આંતરાષ્ટ્રીય સ્કૂલમાં ભણતા 7 વર્ષના માસૂમ પ્રદ્યુમ્નની હત્યા કેસમાં આજે એક મોટો ખુલાસો થયો છે. સીબીઆઇએ 11માં ધોરણમાં ભણતા એક વિદ્યાર્થીની ધરપકડ કરી છે. સુત્રોની માનીએ તો સીબીઆઇને તેવી શંકા છે આ વિદ્યાર્થીએ પ્રદ્યુમ્નની હત્યા કરાવી છે. 11માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીની ધરપકડ પછી તેના પિતાએ સીબીઆઇ સામે અનેક સવાલ કર્યા છે. તેના પિતાનું કહેવું છે કે તે આખો દિવસ સ્કૂલમાં હતો અને પેપર પણ તેના પુત્રએ આપ્યું છે. સાથે જ તેના પિતાનું કહેવું છે કે સીબીઆઇએ ખોટી રીતે તેના પુત્રને ફસાવ્યો છે.
નોંધનીય છે કે આ કેસમાં બસ કંડક્ટરને પણ સીબીઆઇએ ક્લીન ચીટ નથી આપી. પણ 2 વાગે જુવેનાઇલ કોર્ટમાં વિદ્યાર્થીને રજૂ કરવામાં આવશે. સાથે જ સીબીઆઇએ તે વાતની પણ સ્પષ્ટતા આપી છે કે પ્રદ્યુમ્ન સાથે કોઇ રીતનું યૌન શોષણ નથી થયું. 11માં ધોરણના આ જે વિદ્યાર્થીને સીબીઆઇ પકડીને લઇ ગઇ છે તેણે તેના મિત્રોને કહ્યું હતું કે પરીક્ષા રદ્દ કરવા માટે તે કંઇક ખાસ કરશે. અને આ યુવક હંમેશા પોતાની સાથે ચાકુ પણ રાખતો હતો તેમ પણ સીબીઆઇના સુત્રોએ જણાવ્યું છે. ત્યારે આ યુવકના પિતાએ રોષ વ્યક્ત કર્યો છે કે અકારણ જ તેના પુત્રને સીબીઆઇએ પકડી રાખ્યો છે. વધુમાં સ્કૂલમાં પણ આ મામલે તમામ વિદ્યાર્થીઓથી પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે આ માહિતી બહાર આવવાથી આ કેસમાં નવો વળાંક આવ્યો છે.