રાહુલ ગાંધી પર ભડકી પ્રજ્ઞા ઠાકુર, બોલી, વિદેશી મહિલાનો દિકરો ક્યારેય દેશભક્ત ના હોઇ શકે

પ્રજ્ઞા ઠાકુરે કહ્યુ કે, રાહુલ ગાઁધીએ દેશનુ અપમાન કર્યુ છે. તેમણે બહાર જઇને દેશ પર સવાલ ઉભા કર્યા હતા. તેમને ઉઠાવીને દેશની ભહાર ફેકી દેવા જોઇએ.

Pragta Thakur on Rahul Ganghi: રાહુલ ગાંધી જેવી રીતે યુનાઇટેડ કિગડમ સ્થિત ઓક્સભોર્ડ યૂનિવર્સિટીમાં ભાષણ આપ્યુ હતુ કે, ત્યાર બાદ તે લાગાતાર ચર્ચામાં છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે, દેશની સંસદમાં તેમને બોલવાની તક નથી મળતી. , વિરોધ પક્ષને દાબાવામાં આવે છે અમારા ફોનને ટેપ કરવામાં આવે છે. એટલુ જ નહી રાહુલ ગાંધીએ કહ્યુ કે, તેમના ફોનમાં પૈગાસસ નાખવામાં આવ્યુ છે, દેશના લોકતંત્રને લઇને રાહુલ ગાંધીએ વર્તમાન સરકાર પર નાશાન સાધતા કહ્યુ કે, ભારતની તમામ સંસ્થાઓને મોદી સરકારે નિયંત્રણમાં લઇ લીધુ છે. રાહુલ ગાઁધીના આ ભાષણ પર હવે ભાજપ સાસંદ પ્રજ્ઞા ઠાકુરે તીખી પ્રતિક્રિયા આપી હતી. પ્રજ્ઞા ઠાકુરે કહ્યુ કે, રાહુલ ગાંધીને દેશમાથી બહાર ફેકી દેવા જોઇએ.

pragna thakur

પ્રજ્ઞા ઠાકુરે કહ્યુ કે, સંસદમાં કાર્ય સારી રીતે થઇ રહ્યુ છે , પરંતુ કોગ્રેસી લોકો સંસદ ચાલવા દેતા નથી. તેમનો પ્રયાસ હોય છે કે, જો સંસદ ચાલશે તો કાર્ય વધારે થશે અને કાર્ય વધારે થશે તો તેમનુ અસત્વીત્વ ટકશે નહી. પરંતુ હવે તેમની બુદ્ધી ભ્રષ્ટ થતિ જઇ રહી છે. તો સીધી વાત છે કે, તમે દેશના નેતા છો તમને દેશની જનતાએ પસંદ કરીને મોકલ્યા છે. તમે દેશનું અપમાન કર્યુ છે.

પ્રજ્ઞા ઠાકુરે કહ્યુ કે, 'તમે ભારતના નથી તે અમે માની લીધુ છે, જે તમારી માતા છે તે ઇટલીની છે. ચાણક્યએ કહ્યુ છે કે, વિદેશી મહિલાથી ઉત્પન્ન થયેલ પુત્ર ક્યારેય દેશ ભક્ત ના હોઇ શકે, તે રાહુલ ગાંધીએ નક્કી કરી લિધુ છે. કેમ કે, ભારતની સસદમાં ભારતની જનતા તમને સંસદ તરીકે પસંદ કર્યા છે. આટલા વર્ઓ સુધી કોગ્રેસની સરકાર રહી તમે દેશની અંદરથી ખાલી કરી નાખ્યો છે. તમે વિશેદમાં બેઠીને કહો છો કે, અમને સંસદમાં બોલવાનો અવસર નથી મળતો તેનાથી શર્મનાક વાત બીજી કોઇ ના હોઇ શકે, હુ એવા રાહુલ ગાંધીને ધિક્કારુ છુ. તેના પર પ્રશ્નચિન્હ ઉભો કરવો જોઇએ. આપણા દેશમાં કેવી રીતે રાજનીતિ કરવામમાં આવે છે. અને હવે તેમને રાજનીતિક અવસર નથી મળતો. તેમને આ દેશમાથી બહાર ફેકી દેવા જોઇએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X