પ્રજ્ઞાન રોવર-વિક્રમ લેન્ડર કાયમ માટે સુઈ ગયા? જાણો શું છે લેેટેસ્ટ અપડેટ?

ભારતના ચંદ્રયાન-3 મિશન પર દુનિયાભરના સ્પેસ સાયન્ટિસ્ટોની નજર અટકેલી છે. ચંદ્ર પર રાત થતા સ્લીપ મોડમાં મુકાયેલા પ્રજ્ઞાન રોવર અને વિક્રમ લેન્ડરને જગાડવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે.

3 સપ્ટેમ્બરે આ મિશનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ પ્રજ્ઞાન રોવરને સ્લીપ મોડમાં મુકી દેવાયુ હતુ. ત્યારથી પ્રજ્ઞાન રોવરને ફરીથી સક્રિય કરવા માટે સતત પ્રયાસ કરાઈ રહ્યા છે. આ ક્રમમાં સવાલ ઉઠી રહ્યા છે કે ચંદ્રયાન 3 મિશનો અંત આવી ગયો છે?

Pragyan rover-Vikram lander

વૈજ્ઞાનિકો અનુસાર, ભારતનું ચંદ્રયાન-3 મિશન આશાઓ પર આધારિત છે. લેન્ડિંગ પછી દસ દિવસ સુધી સારી રીતે કામ કર્યા પછી ચંદ્રયાન-3 નું પ્રજ્ઞાન રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સુરક્ષિત રીતે પાર્ક કરવામાં આવ્યું ત્યારે અપેક્ષા હતી કે સૂર્ય ફરીથી ઉગે ત્યારે તે ફરી શરૂ થશે.

જો કે, આવું ન બન્યું. હાલમાં રોવર શિવશક્તિ પોઈન્ટથી માત્ર 100 મીટર દૂર છે, જ્યાં ચંદ્રયાન-3 લેન્ડ થયું હતું.

લેન્ડિંગ પછી પ્રજ્ઞાન રોવર પર માઉન્ટ બંને પેલોડ્સ APXS અને LIBSમાં તમામ ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતા અને બંધ થતાં પહેલાં આ ડેટા પૃથ્વી પર મોકલવામાં આવ્યો હતો. તેમાં ઘણી એવી માહિતી હતી જે આજ સુધી દુનિયા સમક્ષ જાહેર થઈ નથી.

ચંદ્રયાન-3 એકમાત્ર એવું મિશન હતું જે સફળતાપૂર્વક ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચ્યું હતું. આ જ કારણ છે કે સમગ્ર વિશ્વને આ મિશન પાસેથી ઘણી અપેક્ષાઓ છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તેઓ હજુ પણ આશા રાખે છે કે એક દિવસ પ્રજ્ઞાન રોવર ચંદ્ર પર ચાલવાનું શરૂ કરશે અને પૃથ્વી સાથે તેનું જોડાણ સ્થાપિત થઈ જશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X