NPR પર BJPનો પ્રહાર - 2019ના સૌથી મોટા લાયર ઑફ ધ યર છે રાહુલ ગાંધી
એનસીઆર અને એનપીઆરને દેશના ગરીબો પર ટેક્સ ગણાવવા અંગે રાહુલ ગાંધીના નિવેદન પર કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે તેમને વર્ષ 2019ના સૌથી મોટા જૂઠા ગણાવી દીધા.
એનસીઆર અને એનપીઆરને દેશના ગરીબો પર ટેક્સ ગણાવવા અંગે રાહુલ ગાંધીના નિવેદન પર કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે તેમને વર્ષ 2019ના સૌથી મોટા જૂઠા ગણાવી દીધા. તેમનુ જનસંખ્યા રજિસ્ટરને ટેક્સ સાથે જોડવુ નિરર્થક છે. તેમણે ટેક્સ અને ભ્રષ્ટાચાર તો કોંગ્રેસનુ કલ્ચર છે. તેમણે કહ્યુ કે કોંગ્રેસ દરેક એ વસ્તુનો વિરોધ કરે છે જેનાથી ભ્રષ્ટાચાર પર લગામ લાગે છે કે ખતમ થાય છે.

‘2019ના લાયર ઑફ ધ યરને પાત્ર છે તે'
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકકરે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી પર જોરદાર નિશાન સાધીને કહ્યુ કે, રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ હતા ત્યારે પણ અને હવે નથી ત્યારે પણ કંઈ પણ બોલે છે તો સતત જૂઠ બોલે છે. 2019ના લાયર ઑફ ધ યર માટે તે યોગ્ય છે. પહેલા રાહુલના નિવેદનોથી પરિવાર પરેશાન હતો હવે જનતા અને આખી કોંગ્રેસ પરેશાન છે. એનપીઆર ગરીબ પર ટેક્સ છે. એનપીઆર તો જનસંખ્યા રજિસ્ટર છે, લોકોની જાણકારી, જે લોકો આપે છે તે આમાં ભેગી કરીને રાખવામાં આવે છે. આમાં ટેક્સ ક્યાં આવ્યો. ટેક્સ તો કોંગ્રેસનુ કલ્ચર છે - જયંતિ ટેક્સ, કોલસા ટેક્સ, 2જી ટેક્સ, જીજા જી ટેક્સ.

ભ્રષ્ટાચાર કોંગ્રેસની રાજનીતિનો એકમાત્ર આધાર છેઃ જાવડેકર
જાવડેકરે કહ્યુ કે કોંગ્રેસ દરેક એ વસ્તુનો વિરોધ કરે છે, જેનાથી ભ્રષ્ટાચાર પર લગામ લાગે છે. તેમણે કહ્યુ, ભ્રષ્ટાચાર કોંગ્રેસની રાજનીતિનો એકમાત્ર આધાર છે. એટલે જે-જે વસ્તુઓથી ભ્રષ્ટાચાર પર લગામ લાગે છે કે જેનાથી ભ્રષ્ટાચાર ખતમ થાય તેનો કોંગ્રેસ વિરોધ કરે છે. એનપીઆરથી શું થાય છે. આનાથી ગરીબની ઓળખ થાય છે. 2010માં બનેલા એનપીઆરના ડેટાના આધારે તમામ રાજ્યોએ પોતાને ત્યાં લાભાર્થીઓને ઓળખ્યા. હવે તે જ 2020માં થઈ રહ્યુ છે. લેટેસ્ટ સ્થિતિ સામે આવશે.

કોંગ્રેસે અસમમમાં ગેરકાયદેસર ઘૂસણખોરીને પ્રોત્સાહન આપ્યુ
તેમણે કહ્યુ કે લાભાર્થીઓની ઓળખમાં એનપીઆરનુ બહુ મોટુ યોગદાન હોય છે. આધારના કારણે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર શરૂ થઈ. સેંકડો યોજનાઓના 9 લાખ કરોડ રૂપિયા લોકોના ખાતામાં સીધા જમા થઈ ગયા. જાવડેકરે આરોપ લગાવ્યો કે કોંગ્રેસે અસમમાં મત બેંક પોલિટિક્સના કારણે ગેરકાયદેસર ઘૂસણખોરીને પ્રોત્સાહન આપ્યુ. તેમણે કહ્યુ, ગેરકાયદેસર ઘૂસણખોરીને સંરક્ષણ આપવુ કોંગ્રેસનું કામ છે.












Click it and Unblock the Notifications
