For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફોર્મ ભરવાના થોડા કલાક પહેલા પ્રકાશ રાજ સામે આચાર સંહિતાના ઉલ્લંઘનનો કેસ નોંધાયો

સાઉથની ફિલ્મોના દિગ્ગજ અભિનેતા પ્રકાશ રાજ સામે બેંગલુરુ સેન્ટ્રલમાં તેમનુ ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા જ આચાર સંહિતાના ઉલ્લંઘનનો કેસ દાખલ થયો છે.

|
Google Oneindia Gujarati News

સાઉથની ફિલ્મોના દિગ્ગજ અભિનેતા પ્રકાશ રાજ સામે બેંગલુરુ સેન્ટ્રલમાં તેમનુ ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા જ આચાર સંહિતાના ઉલ્લંઘનનો કેસ દાખલ થયો છે. પ્રકાશ રાજ આ ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર બેંગલુરુ સેન્ટ્રલથી મેદાનમાં ઉતરી રહ્યા છે. ફિલ્મોમાંથી હવે રાજનીતિમાં પગલા રાખી રહેલ પ્રકાશ રાજ સામે ચૂંટણી અધિકારીઓએ કેસ નોંધાવ્યો છે. આ કેસમાં ચૂંટણી અધિકારી ડી મૂર્તિએ પોલિસને આપેલી ફરિયાદમાં કહ્યુ છે કે પ્રકાશ રાજે 12 માર્ચે એમજી રોડ પર મહાત્મા ગાંધી સર્કલ પાસે માઈકનો ઉપયોગ કર્યો અને ચૂંટણી પ્રચાર કર્યો.

prakash raj

આ કાર્યક્રમ મીડિયા એન્ડ ફ્રીડમ ઑફ એક્સપ્રેશનના બેનર હેઠળ આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ભાગ લેનાર ઘણા લેખકો, કલાકારો અને કાર્યકર્તાઓએ દાવો કર્યો કે અભિનેતા પ્રકાશ રાજે મતો માટે આ કાર્યક્રમનો ઉપયોગ કર્યો. આ કાર્યક્રમમાં હાજર અમુક લોકોએ મોબાઈલ ફોન પર પ્રકાશ રાજનું ભાષણ રેકોર્ડ કર્યુ અને ચૂંટણી અધિકારીઓને મોકલી દીધુ. ચૂંટણી અધિકારી જ્યારે સ્થળ પર પહોંચ્યા ત્યારે કાર્યક્રમ સમાપ્ત થઈ ચૂક્યો હતો અને લોકો જઈ ચૂક્યા હતા. આ મામલે પોલિસે કાર્યક્રમનું આયોજન કરનાર અને ફિલ્મ અભિનેતા સામે કર્ણાટક પોલિસ એક્ટની ઘણી કલમોમાં કેસ નોંધ્યો છે.

પ્રકાશ રાજે અપક્ષ ઉમેદવાદ તરીકે બેંગલુરુ સેન્ટ્રલથી ચૂંટણી લડવાની ઘોષણા કરી હતી. તમને જણાવી દઈએ કે કર્ણાટકની 28 લોકસભા સીટો પર બે તબક્કામાં મતદાન પૂરા થશે. પહેલા તબક્કામાં 14 લોકસભા સીટો પર મતદાન 18 એપ્રિલે થશે. જ્યારે બાકી 14 લોકસભા સીટો પર 23 એપ્રિલે મતદાન થશે. લોકસભા ચૂંટણીના પરિણામ 23 મેના રોજ ઘોષિત કરવામાં આવશે.

આ પણ વાંચોઃ પુલવામા જેવા હુમલા થતા રહે છેઃ કોંગ્રેસ નેતા સામ પિત્રોડાનું વિવાદિત નિવેદનઆ પણ વાંચોઃ પુલવામા જેવા હુમલા થતા રહે છેઃ કોંગ્રેસ નેતા સામ પિત્રોડાનું વિવાદિત નિવેદન

English summary
Prakash Raj Booked for Code Violation Hours Before Filing Nomination from bengaluru central
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X