For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રેસિડેન્ટનો પુત્ર જીત્યો, સીએમનો પુત્ર હાર્યો

By Super
|
Google Oneindia Gujarati News

abhijit mukharajee
કોલકતા, 13 ઑક્ટોબરઃ પશ્ચિમ બંગાળમાં મુર્શિદાબાદ જિલ્લામાં જંગીપુર લોકસભા બેઠક પર રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના પુત્ર અને કોંગ્રેસના ઉમેદવાર અભિજીત મુખરજી પેટચૂંટણી જીતી ગયા છે. જ્યારે ટિહરી લોકસભાની પેટાચૂંટણીમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી વિજય બહુગુણાના પુત્ર અને કોંગ્રેસના ઉમેદવાર સાકેત બહુગુણાનો પરાજય થયો છે.

રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના પુત્રએ માકપાના મુઝફ્ફર હુસૈનને 2536ના અંતરથી હરાવીને જંગીપુર લોકસભાની બેઠક જીતી છે. ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યા પ્રમાણે અભિજીતને 332919 મત જ્યરે હુસેનને 330383 મતો મળ્યાં છે. ભાજપના ઉમેદવાર સુઘાંગ્સૂ વિશ્વાસ 85867 મતથી ત્રીજા સ્થાન પર રહ્યાં છે.

બે અપક્ષ ઉમેદવાર રાયસુદ્દીન અને તહેદુલ ઇસ્લામે અનુક્રમે 41620 અને 24691 મત મેળવ્યા છે. તૃણમૂલ કોંગ્રેસે કોંગ્રેસ સાથે સંબંધ તોડ્યા પછી પણ પોતાનો ઉમેદવાર ઉતાર્યો નહોતો.

પ્રણવ મુખરજીએ 2009ની લોકસભાની ચૂંટણીમાં 1.28 લાખથી વધુ મતોના અંતરથી આ બેઠક જીતી હતી. તેઓ રાષ્ટ્રપતિ બન્યા બાદ આ બેઠક ખાલી હતી, જેના પર 10 ઓક્ટોબરે પેટાચૂંટણી કરવામાં આવી છે. કોંગ્રેસના ઉમેદવાર બહુગુણાનો ભાજપના ઉમેદવાર મહારાણી માલા રાજ્ય લક્ષ્મી સામે પરાજય થયો છે.

English summary
Abhijit Mukherjee, the son of President of India, won the bypoll from Jangipur constituency in Murshibad district.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X