પ્રિયંકા ગાંધી વિશે પ્રશાંત કિશોરે આપ્યુ આ મોટુ નિવેદન
એક સમયે કોંગ્રેસ માટે રણનીતિકારનું કામ કરનાર પ્રશાંત કિશોરે પ્રિયંકા ગાંધી વિશે મોટુ નિવેદન આપ્યુ છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના બહેન પ્રિયંકા ગાંધીની અધિકૃત રીતે રાજકારણમાં એન્ટ્રી બાદ જે રીતે લખનઉમાં તેમણે રોડ શો કર્યો તે બાદ તે ઘણા ચર્ચામાં છે. તમામ રાજકીય પક્ષો પ્રિયંકા ગાંધીના રાજકારણમાં આવવા અંગે અલગ અલગ નિવેદન આપી રહ્યા છે. પરંતુ એક સમયે કોંગ્રેસ માટે રણનીતિકારનું કામ કરનાર પ્રશાંત કિશોરે પ્રિયંકા ગાંધી વિશે મોટુ નિવેદન આપ્યુ છે. પ્રશાંત કિશોરે આ વાતથી સ્પષ્ટ ઈનકાર કર્યો છે કે આવનારી લોકસભા ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી કંઈ ખાસ છાપ છોડી શકશે.

હજુ તો બસ શરૂઆત છે
પ્રશાંત કિશોરે કહ્યુ કે પ્રિયંકા ગાંધીએ હજુ તો બસ શરૂઆત કરી છે, કોઈની પણ પાસે જાદૂની છડી નથી. હું આટલા ઓછા સમયમાં તેમને બહુ મોટો પડકાર નથી માનતો. આવુ એટલા માટે નહિ કે પ્રિયંકા ગાંધીની અંદર કાબિલિયત નથી પરંતુ આટલા ઓછા સમયમાં મોટી છાપ છોડવી ઘણી મુશ્કેલ છે. હા, લાંબા સમયની વાત કરીએ તો પ્રિયંકા ગાંધી મોટો ચહેરો અને મોટુ નામ છે. તમને જણાવી દઈએ કે પ્રિયંકા ગાંધીએ સોમવારે રાહુલ ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે લખનઉમાં રોડ શો કર્યો હતો.

ઉતાવળ નહિ
આ પહેલા પણ પ્રશાંત કિશોર પ્રિયંકા ગાંધીના રાજકારણમાં એન્ટ્રી પર નિવેદન આપી ચૂક્યા છે. વાસ્તવમાં જે રીતે કોંગ્રેસ પાર્ટીની અંદરથી પ્રિયંકા ગાંધીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનાવવાની માંગ ઉઠી રહી હતી તેના પર પીકેએ કહ્યુ હતુ કે પીએમ તરીકે પ્રિયંકાને રજૂ કરવા અત્યારે ઉતાવળ કહેવાશે. તેમને થોડો સમય આપવો જોઈએ. ત્યારબાદ જ દેશના લોકો એ સમજી શકશે કે પ્રિયંકા ગાંધી આટલી મોટી જવાબદારી સંભાળી શકશે કે નહિ. ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ગાંધીના રોડ શોને જબરદસ્ત મીડિયા કવરેજ મળ્યુ હતુ.

સમય આપવો જોઈએ
પ્રશાંત કિશોરે કહ્યુ કે જો આપણે સૌ એ વિચારીએ કે આટલા ઓછા સમયમાં કોંગ્રેસ જેવો જૂના પક્ષમાં પ્રિયંકા ગાંધી કે કોઈ પણ નેતા બદલાવ લાવશે તો એ વિચારવુ ન્યાયસંગત નહિ કહેવાય. તેમણે કહ્યુ કે આના માટે પ્રિયંકા ગાંધીને 2-3 વર્ષનો સમય આપવો જોઈએ જેથી લોકો તેમના વિશે વિચાર કરવાની યોગ્ય સ્થિતિમાં હોય.












Click it and Unblock the Notifications
