For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસને 'મરવા'થી કેવી રીતે બચાવવી? પ્રશાંત કિશોરે સોનિયા ગાંધીને આપી આ 5 સલાહ

ચૂંટણી રણનીતિકારે પાર્ટીના નેતૃત્વથી લઈને ગઠબંધન સુધી બધા મુદ્દાઓ પર પોતાના સૂચનો આપ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ 2017ની યુપી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને રાહુલ ગાંધી માટે કરી ચૂકેલા રણનીતિકાર પ્રશાંત કિશોર 2024ની લોકસભા ચૂંટણી માટે અત્યારથી કોંગ્રેસને સલાહ આપવા લાગ્યા છે. તેમણે કોંગ્રેસ નેતૃત્વ સામે પાર્ટીને ફરીથી મજબૂત બનાવવા માટે જે પ્રેઝન્ટેશન આપ્યુ છે તેમાં તેમણે કહ્યુ છે કે, 'કોંગ્રેસને મરવા માટે ન છોડી શકાય.' ચૂંટણી રણનીતિકારે પાર્ટીના નેતૃત્વથી લઈને ગઠબંધન સુધી બધા મુદ્દાઓ પર પોતાના સૂચનો આપ્યા છે. હવે જોવાની વાત છે કે રાહુલ ગાંધી, સોનિયા ગાંધીને મળેલ સલાહ પર કેટલો અમલ કરી શકે છે.

કોંગ્રેસના પ્રાણ ફૂંકવાની પ્રશાંત કિશોરની કવાયત

કોંગ્રેસના પ્રાણ ફૂંકવાની પ્રશાંત કિશોરની કવાયત

પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીને ભાજપ સામે મોટી જીત અપાવવામાં મુખ્ય હોવાના દાવેદાર મનાતા ચૂંટણી રણનીતિકાર હવે કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવામાં લાગી ચૂક્યા છે. તેમણે કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી અને બીજા વરિષ્ઠ નેતાઓ સામે આના માટે હાલમાં જ એક પ્રેઝન્ટેશન આપ્યુ છે. ઈંડિયા ટુડેના એક રિપોર્ટ મુજબ તેમણે ગાંધીજીના શબ્દોનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પાર્ટીની વર્તમાન સ્થિતિ વર્ણવીને કહ્યુ, 'ઈંડિયન નેશનલ કોંગ્રેસને મરવા માટે ન છોડી શકાય, એ માત્ર રાષ્ટ્ર સાથે જ મરી શકે છે.'

કોંગ્રેસને 'જીવતી' કરવા માટે આપી બ્લૂપ્રિન્ટ

કોંગ્રેસને 'જીવતી' કરવા માટે આપી બ્લૂપ્રિન્ટ

2019ની સામાન્ય ચૂંટણી બાદથી કોંગ્રેસ સતત પતન તરફ જઈ રહી છે. હાલમાં થયેલ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં તેની જે દુર્ગતિ થઈ છે ત્યારબાદ કોંગ્રેસ પાર્ટી પોતાના દમ પર ફરીથી ઉઠવા માટેનો દમ ધરાવતી જોવા નથી મળી રહી. માટે પાર્ટી નેતૃત્વએ હવે પ્રશાંત કિશોર તરફ આશાભરી નજરોએ જોવાનુ શરુ કરી દીધુ છે. માનવામાં આવી રહ્યુ છે કે તેમણે કોંગ્રેસને ફરીથી જીવિત કરવા માટે એક બ્લુપ્રિન્ટ આપી છે.

13 કરોડ ફર્સ્ટ-ટાઈમ વોટર પર ફોકસ

13 કરોડ ફર્સ્ટ-ટાઈમ વોટર પર ફોકસ

પોતાના પ્રેઝન્ટેશનમાં પ્રશાંત કિશોરે કોંગ્રેસ હાઈ કમાન્ડને દેશની વર્તમાન રાજકીય પરિદ્રશ્યમાં કોંગ્રેસની સ્થિતિ, તેની તાકાત અને નબળાઈઓ પર ફોકસ કરીને જણાવ્યુ છે. 2024ની લોકસભા માટે જે યોજના આપવામાં આવી છે તેમાં ભારતની વસ્તી, કોંગ્રેસના સાંસદો અને ધારાસભ્યોની સંખ્યા, મહિલાઓ, યુવાનો, નાના વેપારીઓ અને ખેડૂતો પ્રત્યો પાર્ટીનો દ્રષ્ટિકોણ ચિહ્નિત કરવામાં આવ્યો છે. પ્રશાંત કિશોરે 2024ની ચૂંટણીમાં વોટિંગ માટે તૈયાર થઈ રહેલ 13 કરોડ ફર્સ્ટ-ટાઈમ વોટર પર પણ ફોકસ કર્યુ છે.

કોંગ્રેસને તેની તાકાત બતાવીને જગાડવાની કોશિશ

કોંગ્રેસને તેની તાકાત બતાવીને જગાડવાની કોશિશ

પ્રશાંત કિશોરે સોનિયાને યાદ અપાવ્યુ છે કે કોંગ્રેસ પાસે લોકસભા અને રાજ્યસભામાં કુલ 90 સાંસદ છે. જ્યારે દેશભરની વિધાસભાઓમાં તેના 800 ધારાસભ્યો છે. તેમણે કહ્યુ કે કોંગ્રેસ ત્રણ રાજ્યોમાં સત્તામાં હતી(પંજાબમાં હારી ગઈ છે અને રાજસ્થાન-છત્તીસગઢમાં ખુરશી પર છે), આ ઉપરાંત વધુ ત્રણ રાજ્યોમાં આ ગઠબંધન સરકારોમાં છે. 13 રાજ્યોમાં એ આજે પણ મુખ્ય વિપક્ષની ભૂમિકામાં છે. તેમણે કોંગ્રેસ નેતાઓને ચેતવ્યા છે કે 1984ની ચૂંટણી બાદથી આના વોટ ટકા સતત ઘટી રહ્યા છે.

પ્રશાંત કિશોરે સોનિયાને આપી આ 5 સલાહ

પ્રશાંત કિશોરે સોનિયાને આપી આ 5 સલાહ

પહેલી - કોંગ્રેસે નેતૃત્વ સંકટ ઉકેલવાની જરુર છે.
બીજી - ગઠબંધનના મુદ્દાને ઉકેલવાની જરુર છે.
ત્રીજી - પાર્ટી ચોક્કસપણે પોતાના જૂના આદર્શો તરફ પાછી વળે.
ચોથી - કોંગ્રેસે જમીની સ્તરે પોતાના કાર્યકર્તાઓ અને નેતાઓને સંગઠિત કરવા પડશે.
પાંચમી - પાર્ટીએ પોતાના સંચાર - તંત્રને સુધારવાની જરુર છે.

English summary
Prashant Kishor has suggested a 5-point formula to Sonia Gandhi to save the congress.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X