મમતા બેનરજીને મળ્યા પ્રશાંત કિશોર, હવે ટીએમસી માટે કરશે આ કામઃ સૂત્ર
મમતા બેનરજીને મળ્યા પ્રશાંત કિશોર, હવે ટીએમસી માટે કરશે આ કામઃ સૂત્ર
નવી દિલ્હીઃ રાજનૈતિક રણનીતિકાર પ્રશાંત કિશોરે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે મુલાકાત કરી. સૂત્રો મુજબ ચાલી રહેલ અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે તેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ સાથે કામ કરવા પર સહમત થઈ ગયા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ રાજનૈતિક રણનીતિકાર પ્રશાંત કિશોર એક મહિના બાદ સત્તાવાર રીતે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે કામ શરૂ કરી દેશે.

આ બેઠક મમતાના ભત્રીજા અભિષેક બેનરજીએ રાખી હતી
સૂત્રો મુજબ ગુરુવારે કોલકાતામાં મમતા બેનરજી અને પ્રશાંત કિશોર વચ્ચે મુલાકાત થઈ છે. આ બેઠક મમતાના ભત્રીજા અભિષેક બેનરજીએ રાખી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે મમતા બેનરજી અને પ્રશાંત કિશોર વચ્ચે લગભગ એક કલાક સુધી વાતચીત થઈ. જણાવવામાં આવી રહ્યું છે કે પ્રશાંત કિશોર પશ્ચિમ બંગાળમાં થનાર આગામી વિધાનસભા ચૂંટણી માટે ટીએમસી સાથે કામ કરવા માટે રાજી થઈ ગયા છે.

મમતા બેનરજી સતત હારની સમીક્ષા કરી રહ્યા છે
હાલની જ લોકસભા ચૂંટણીમાં ટીએમસીની કેટલીય સીટો પર ભાજપે કબ્જો જમાવ્યો છે. મોટી સંખ્યામાં સીટ ગુમાવ્યા બાદ મમતા બેનરજી સતત હારની સમીક્ષા કરી રહી છે અને આ નુકસાનનો પતો લગાવવાની કોશિશ કરી રહી છે. આ દરમિયાન પાર્ટીએ લોકસભા ચૂંટણીના પરિણામોને લઈ બેઠક પણ કરી હતી. જેમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે રણનીતિ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. એવું માનવમાં આવી રહ્યું છે કે ટીએમસીએ આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારી અત્યારથી જ શરૂ કરી દીધી છે.

પ્રશાંતે આંધ્ર પ્રદેશમાં વાઈએસઆર કોંગ્રેસને સત્તાના શિખર પર પહોંચાડ્યા
જણાવી દઈએ કે હાલમાં જ આંધ્ર પ્રદેશની થનાર ચૂંટણીમાં પ્રશાંત કિશોરે વાઈએસઆર કોંગ્રેસના જગન મોહન રેડ્ડી માટે કામ કર્યું હતું. આ ચૂંટણીમાં પહેલીવાર વાઈએસઆર કોંગ્રેસ સત્તામાં આવી છે. આંધ્રમાં જગન મોહન રેડ્ડીની જીતનો શ્રેય કેટલીક હદ સુધી પ્રશાંત કિશોરને પણ આપવામાં આવી રહ્યો છે. આ ચૂંટણીમાં પ્રશાંત કિશોરે જગન મોહન માટે શાનદાર ચૂંટણી કેમ્પેઈન પ્લાન કર્યું હતું.












Click it and Unblock the Notifications
