દર છ મહિના પછી વર બદલી લે છે આ દુલ્હન, અસલી ઈરાદો જાણીને ચોંકી જશો
દર છ મહિના પછી વર બદલી લે છે આ દુલ્હન, અસલી ઈરાદો જાણીને ચોંકી જશો
ગુરુવારે રાજસ્થાનના જોધપુરના પ્રતાપ નગર પોલીસે એક કપટપૂર્વક લગ્ન કરનારા આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ સમગ્ર મામલામાં લૂંટેરી દુલ્હન અને બે સાથીઓની ધરપકડ કરવામાં આવી છે. પ્રતાપનગર પોલીસ સ્ટેશનના એએસઆઈ ભુરારામે જણાવ્યું હતું કે 27 નવેમ્બરના રોજ અરજદારે પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધાવ્યો હતો કે મે 2019 ના રોજ એક યુવકે તેને સારી છોકરી છે એમ કહીને તેનું લગ્ન કરાવવાનું કહ્યું હતું. યુવાકને વિશ્વાસમાં લઇને, તેને નાસિક બોલાવવામાં આવ્યો અને એક યુવતી સાથે પરિચય કરાયો. યુવતીએ તેની આર્થિક સ્થિતિ નબળી હોવાનું જણાવ્યું હતું. જેમાં યુવક રાજકુમાર તાતેદે યુવતી સાથે લગ્ન કર્યા હતા.

50 હજાર રૂપિયા અને ઘરેણાં ગાયબ
લગ્ન પછી, મહિલા થોડા સમય માટે તેના પિયર રહી હતી અને તેના પતિ પાસેથી પૈસા મંગાવતી રહી. પછીથી તે રાજકુમારના ઘરે આવીને રહેવા લાગી હતી. 10 નવેમ્બરના રોજ, તે તેના પિયર જવાનું કહીને ઘરેથી નીકળી ગઈ. તેણીના ગયા પછી જ્યારે પતિએ તેની તિજોરી સાંભળી ત્યારે તેમાંથી 50 હજાર રૂપિયા અને લાખો રૂપિયાના દાગીના ગાયબ હતા.

આ રાજ્યોમાં ગેંગનું નેટવર્ક ફેલાયેલું છે
આ કેસની તપાસમાં સામેલ જોધપુરની પ્રતાપનગર પોલીસે ગુરુવારે લૂંટેરી દુલ્હન અને તેના લગ્ન કરાવનાર બે દલાલોની ધરપકડ કરી હતી. આરોપીઓની પૂછપરછ દરમ્યાન પ્રકાશમાં આવ્યું છે કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર વગેરે સ્થળોએ તેઓ પહેલા પૈસાવાળા એવા લોકોને શોધે છે, જે લગ્નના ઇચ્છુક હોય.

એક ડઝન કરતા વધારે લગ્ન કરાવ્યા
પછી તેઓ ખોટા સંબંધીઓ બનીને છોકરીના લગ્ન તેઓ સાથે કરાવે છે. લગ્ન કરાવ્યા બાદ યુવતી ગાયબ હોવાનું કહીને તેમની પાસેથી પૈસા પણ પડાવી લે છે. આ સાથે જ લગ્ન કરનારી મહિલા સ્નેહા લગ્ન પછી તેની સાસરીમાંથી પૈસા, સોના સહિતની અન્ય ચીજવસ્તુઓ લઈને ફરાર થઈ જાય છે. પોલીસ પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું હતું કે તેઓએ રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સ્નેહાના ડઝનથી વધુ ખોટા લગ્નો કરાવ્યા હતા. લગભગ દર છ મહિનામાં, તેના નવા લગ્ન થવાથી વરરાજા બદલાય જાય છે.












Click it and Unblock the Notifications
