પ્રેગ્નન્ટ ડૉક્ટર કોરોનાથી લડાઈ હાર્યાં, પતિએ શેર કર્યો અંતિમ વીડિયો સંદેશ
પ્રેગ્નન્ટ ડૉક્ટર કોરોનાથી લડાઈ હાર્યાં, પતિએ શેર કર્યો અંતિમ વીડિયો સંદેશ
દાંતોના ડૉક્ટર ડૉ ડિંપલ અરોરા ચાવલા એપ્રિલમાં જ્યારે કોરોના પોઝિટિવ મળી આવ્યાં ત્યારે તેઓ સાતમ હિનાની ગર્ભવતી હતી. બે અઠવાડિયા બાદ 34 વર્ષીય ડૉ ડિંપલે પોતાના અજન્મેલા બાળકને ગુમાવી દીધો. જેના આગલા દિવસે પોતે પણ કોરોના સામેની લડાઈ હારી ગઈ અને પોતાના ત્રણ વર્ષના દીકરા અને પતિને છોડી ચાલી ગઈ. પોતાના મોતના થોડા દિવસે પહોલાં દિલ્હીની આ મહિલાએ પોતાના પરિવાર અને મિત્રોને એક વીડિયો સંદેશ મોકલ્યો હતો. તેમણે આમાં ઘાતક વાયરસને હળવામાં ના લેવાનો આગ્રહ કર્યો હતો.

ડૉ. ડિંપલ અરોરા ચાવલાએ 17 એપ્રિલના રોજ રેકોર્ડ કરાયેલા બે મિનિટ 20 સેકંડના વીડિયોમાં કહ્યું કે- "બહુ મુશ્કેલીથી આ વીડિયો બનાવી રહી છુંત. મને જાણે છે એ બધાને હું જણાવવા માંગું છું કે, કૃપિયા કરીને આટલા હળવા ઢંગથી ના લો. બહુ ખરાબ લક્ષણો છે. હું બોલવામાં સક્ષમ નથી, પરંતુ મારો સંદેશ બધા સુધી પહોંચે તે ઈચ્છું છું."
ડૉ ડિંપલ અરોરા ચાવલા કહે છે કે તમે જ્યારે પણ બાર જાઓ છો, જ્યારે પણ તમે લોકો સાથે ઘરમાં અથવા બહાર વાતચીત કરો છો, ત્યારે તમારા પ્રિયજનોની સુરક્ષા માટે કૃપિયા માસ્ક પહેરો. આ વીડિયોને તેના પતિએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેના પર હજારો લોકોએ સંવેદના સંદેશ પોસ્ટ કરી છે.
ડૉ ડિંપલ અરોરાના પતિ રવીશ ચાવલાએ કહ્યું કે કોવિડ પોઝિટિવ મળ્યાના 10 દિવસ બાદ 21 એપ્રિલે તેમનું ઑક્સીજન સ્તર ઘટવું શરૂ થઈ ગયું હતું. તેમને તરત જ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા, જ્યાં તેમને રેમડેસિવિર આપવામાં આવી અને બે વાર પ્લાઝ્મા થેરેપી આપવામાં આવી હતી.
-
હોર્મુઝની સામુદ્રધુની: યુદ્ધવિરામ છતાં શિપિંગ ક્ષેત્રે અનિશ્ચિતતાનો માહોલ -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ?






Click it and Unblock the Notifications
