For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેરળમાં ગર્ભવતી હાથણીના મોત કેસમાં એક વ્યક્તિની ધરપકડ

દેશના કેરળ રાજ્યથી હાલમાં જ એક હાથણી વિશે ચોંકાવનારો કેસ સામે આવ્યો હતો. આ કેસમાં એક આરોપીની ધરપકડ થઈ ગઈ છે.

|
Google Oneindia Gujarati News

દેશના કેરળ રાજ્યથી હાલમાં જ એક હાથણી વિશે ચોંકાવનારો કેસ સામે આવ્યો હતો. આ કેસમાં એક આરોપીની ધરપકડ થઈ ગઈ છે. કેરળના વન મંત્રી કે રાજુએ જણાવ્યુ કે પલ્લકડાં હાથણીના મોત કેસમાં એક વ્યક્તિની ધરપકડ થઈ છે. તમને જણાવી દઈએ કે અહીં એક ગર્ભવતી હાથણીનુ મોત પાણીમાં ઉભા-ઉભા જ થઈ ગયુ હતુ. આ હાથણીએ એક અનાનસ ખાધુ હતુ જેની અંદર દિવાળીમાં ફોડવાના ફટાકડા ભરેલા હતા. આ ફળ હાથણીના મોઢામાં ફાટી ગયુ ત્યારબાદ હાથણીનુ દર્દનાક મોત થઈ ગયુ. આ ઘટના પર લોકો પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.

દોષિતોને સજા અપાવવા માટે દરેક સંભવ કોશિશ કરીશુ

દોષિતોને સજા અપાવવા માટે દરેક સંભવ કોશિશ કરીશુ

આના એક દિવસ પહેલા મુખ્યમંત્રી પિનરાઈ વિજયને ટ્વિટ કરીને કહ્યુ કે, પલક્કડ જિલ્લામાં એક દુઃખદ ઘટનામાં એક ગર્ભવતી હાથણીનો જીવ જતો રહ્યો. આ વિશે લોકોમાં ઘણો ગુસ્સો છે પરંતુ હું તમને આશ્વસ્ત કરવા માંગુ છુ કે તમારી ચિંતાઓ વ્યર્થ નહિ જાય. ન્યાયની જીત થશે. તેમણે લખ્યુ કે ત્રણ શંકાસ્પદો પર ધ્યાન કેન્દ્રિત કરીને તપાસ ચાલુ છે. પોલિસ અને વન વિભાગ સંયુક્ત રીતે ઘટનાની તપાસ કરશે. જિલ્લા પોલિસ પ્રમુખ અને જિલ્લા વન અધિકારીએ આજે ઘટના સ્થળનો પ્રવસા કર્યો. અમે દોષિતોને સજા અપાવવા માટે દરેક સંભવ કોશિશ કરીશુ.

અમુક લોકોએ નફરત ફેલાવનાર અભિયાનમાં ફેરવી દીધુ

અમુક લોકોએ નફરત ફેલાવનાર અભિયાનમાં ફેરવી દીધુ

પિનરાઈ વિજયને કહ્યુ, અમે માનવ-વન્યજીવ સંઘર્ષની વધતી ઘટનાઓ પાછળના કારણોનુ સમાધાન કરવાનો પણ પ્રયાસ કરીશુ. જળવાયુ પરિવર્તન સ્થાનિક સમુદાયો અને જાનવરો બંને પર પ્રતિકૃળ પ્રભાવ નાખી શકે છે. સોશિયલ મીડિયામાં ચાલી રહેલ ખોટા સમાચારો વિશે સીએમ પિનરાઈએ કહ્યુ કે અમને એ વાતનુ દુઃખ છે કે આ ઘટનાને અમુક લોકોએ નફરત ફેલાવનાર અભિયાનમાં ફેરવી દીધુ છે. ખોટા વિવરણો અને અધૂરી સચ્ચાઈને પૂરુ સત્ય બનાવવાની કોશિશ કરી છે. અમુક લોકોએ આનો કટ્ટરતા વધારવા માટે ઉપયોગ કર્યો.

 નદીમાં માથુ ઝૂકાવીને ઉભેલી હાથણીનો ફોટો પણ પોસ્ટ કર્યો

નદીમાં માથુ ઝૂકાવીને ઉભેલી હાથણીનો ફોટો પણ પોસ્ટ કર્યો

મુખ્યમંત્રીએ કહ્યુ કે કેરળ એક એવો સમાજ છે જે અન્યાય સામે નારાજગીનુ સમ્માન કરે છે. આમાં સારી વાત એ છે કે આપણને ખબર છે કે અન્યાય સામે આપણે પોતાનો અવાજ ઉંચો કરી શકીએ છે. આપણે બધા પોતાની રીતે અન્યાય સામે લડનારા લોકો છે. તમને જણાવી દઈએ કે સાયલન્ય વેલી જંગલમાં હાથણીના દુઃખદ મોતનો ખુલાસો વન વિભાગના એક અધિકારી દ્વારા પોતાની ફેસબુક પોસ્ટ પર ભાવુક ટિપ્પણી પોસ્ટ કર્યા બાદ થયો હતો. તેમણે લખ્યુ હતુ, જ્યારે અમે તેને જોઈ તો તે નદીમાં ઉભી હતી. તેનુ માથુ પાણીમાં ડૂબેલુ હતુ. તેને પોતાની છઠ્ઠી ઈન્દ્રિયથી સમજાઈ ગયુ હતુ કે તે મરવાની છે. તેણે ઉભા ઉભા જ જળસમાધિ લઈ લીધી. તેમણે નદીમાં માથુ ઝૂકાવીને ઉભેલી હાથણીનો ફોટો પણ પોસ્ટ કર્યો હતો.

વિશ્વ પર્યાવરણ દિવસઃ પીએમ મોદીએ Biodiversityની કરી વાત, ટ્વિટ કર્યો Videoવિશ્વ પર્યાવરણ દિવસઃ પીએમ મોદીએ Biodiversityની કરી વાત, ટ્વિટ કર્યો Video

English summary
Pregnant elephant death case: one accused is arrested in kerala said forest minister
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X