Video: ઑપરેશન થિયેટરમાં બાખડી પડ્યા તબીબો, નવજાતનું મૃત્યુ
રાજસ્થાનના જોધપુરની ઉમૈદ હોસ્પિટલમાં તબીબોના ઝગડાને કારણે ગર્ભવતી મહિલાએ પોતાના નવજાત શિશુને ગુમાવ્યું હતું.
રાજસ્થાનના જોધપુરની એક હોસ્પિટલમાં તબીબોની ગેરજવાબદારીનો એક કિસ્સો સામે આવ્યો છે. ઉપલબ્ધ જાણકારી અનુસાર, જોધપુરની ઉમૈદ હોસ્પિટલમાં એક ગર્ભવતી મહિલા ઑપરેશન થિયેટરમાં હતી. ચાલુ ઑપરેશનમાં ત્યાં હાજર બે તબીબો વચ્ચે રકઝક થઇ. વાત વધતા-વધતા ઝગડામાં ફેરવાઇ બંને તબીબો દલીલો કરવામાં એવા વ્યસ્ત હતા કે એમનું દર્દી કે દર્દીના બાળક તરફ ધ્યાન જ ના ગયું. આ કારણે ગર્ભવતી મહિલાના નવજાત શિશુનું ત્યાં જ મૃત્યુ થયું હતું.

આ સમગ્ર મામલે ઉમૈદ હોસ્પિટલના અધીક્ષકે કહ્યું કે, જ્યારે મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે જ ભ્રૂણની સ્થિતિ નબળી હતી, તેના હૃદયના ધબકારા ઓછા હતા. આમ છતાં, નવજાત શિશુના મૃત્યુના કારણની તપાસ કરવામાં આવશે.
હોસ્પિટલના પ્રિન્સિપાલ એ.એલ.ભટ્ટે જણાવ્યું કે, બંને તબીબોને તાત્કાલિક બરતરફ કરવામાં આવ્યા છે અને તેમની સામે શિસ્તભંગ બદલ પગલાં લેવામાં આવશે. આ મામલો રાજસ્થાન હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. ઉમૈદ હોસ્પિટલમાં ઑપરેશન થિયેટરમાં ઝગડો કરનારા તબીબોની ઘટના અંગે રાજસ્થાન હાઇકોર્ટ દ્વારા જાણકારી મંગાવવામાં આવી છે. હાઇકોર્ટ દ્વારા હોસ્પિટલને બુધવારે બપોરે 2 વાગ્યા સુધીમાં રિપોર્ટ રજૂ કરવાનું કહેવામાં આવ્યું હતું અને આ માટે હાઇકોર્ટ દ્વારા બે અધિકારીઓને પણ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો જુઓ અહીંં...
#WATCH Rajasthan: Verbal spat between two doctors in OT during the surgery of a pregnant woman in Jodhpur's Umaid Hospital (29.8.17) pic.twitter.com/eZfHHISQGB
— ANI (@ANI) August 30, 2017












Click it and Unblock the Notifications
