નરેન્દ્ર મોદીને ગર્ભવતી મહિલાઓથી ખતરો, એલર્ટ જારી

Google Oneindia Gujarati News

પટણા, 23 ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી જેટલી ઝડપે લોકપ્રિય બનતા જઇ રહ્યા છે તેટલો જ વધારે તેમની પર આતંકવાદીઓના હુમલાનો ખતરો વધતો જઇ રહ્યો છે. મોદીની રેલીઓમાં ઊભરાતી ભીડને જોઇને તેમની પર જારી ભારે ખતરાને ટાળવો પોલીસ માટે કપરૂ કામ બની રહ્યું છે. હવે નવા સુરક્ષા રિપોર્ટ અનુસાર નરેન્દ્ર મોદીને ગર્ભવતી મહિલાઓથી ખતરો છે.

બિહાર પોલીસના જણાવ્યા અનુસાર આતંકવાદીઓ પેટ બોમ્બ અથવા વિસ્ફોટક સામગ્રી શરીર પર બાંધીને મોદીની રેલીમાં આવી શકે છે. 3 માર્ચના રોજ બિહારના મુઝફ્ફરપુરમાં મોદીની રેલી પર આતંકી ખતરો મંડરાઇ રહ્યો છે. ગુપ્તચર વિભાગે એલર્ટ જારી કર્યું છે. બિહારના એક સમાચાર પત્રમાં છપાયેલા સમાચાર અનુસાર આતંકી ગર્ભવતી મહિલાનું વેશ ધારણ કરીને મોદી પર હુમલો કરી શકે છે.

narendra modi
ખાસ બાત એ છે કે રેલીઓમાં સામાન્ય રીતે જોવામાં આવ્યું છે કે ગર્ભવતી મહિલાઓને પોલીસ ચેક કરતી નથી. એવામાં સુરક્ષામાં ચૂક થવાના સંપૂર્ણ આસાર છે. પોલીસનું કહેવું છે કે રેલી દરમિયાન ગર્ભવતી મહિલાઓની તપાસ પર ખાસ ધ્યાન આપવામાં આવશે.

બિહારના મુઝફ્ફરનગરમાં મોદીની આ રેલીને ધ્યાનમાં રાખતા સુરક્ષા દળોએ રેલીમાં ગર્ભવતી મહિલાઓ પર નજર રાખવાના આદેશ જારી કરી દીધા છે. રેલીના પગલે સુરક્ષા કડડ કરી દેવામાં આવી છે. આ રેલી માટે બિહારના 10 જિલ્લાના લગભગ 4000 પોલીસ કર્મચારીઓને સુરક્ષા વ્યવસ્થામાં રાખી દેવામાં આવ્યા છે.

English summary
A Pregnant Women can attack BJP Prime Ministerial Candidate Narendra Modi in Bihar Rally.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X