પ્રીતિ-વાડિયા છેડછાડ કેસ: ઝિંટાના ઇમેઇલની થશે તપાસ, બેના નિવેદન લેવાયા

મુંબઇ, 16 જૂન: પ્રીતિ ઝિંટા અને નેસ વાડિયાના કેસની તપાસ શરૂ થઇ ચૂકી છે, જેમાં બે લોકોના નિવેદન લેવાઇ ચૂક્યા છે, પરંતુ પોલીસે એ બે લોકોની ઓળખ આપવાનો ઇનકાર કરી દીધો છે.

પોલીસે આ મામલે નેસ વાડિયાને સમન પણ પાઠવ્યું છે જ્યારે પ્રીતિ ઝિંટા પોતે દેશની બહાર છે. ખબર છે કે પોલીસ આ મામલામાં પંજાબ ઇલેવન ટીમ મેમ્બર્સની સાથે પણ વાત કરવાની છે. એટલું જ નહીં ખબર છે કે પ્રીતિ અને નેસની વચ્ચે જે પ્રકારે ઇમેઇલ પર ચર્ચા કરવામાં આવતી હતી તેની પણ તપાસ કરવામાં આવશે.

અત્રે નોંધનીય છે કે પ્રીતિની વિનંતીને ધ્યાનમાં રાખી પોલીસ આ મામલાને મીડિયામાં વધારે આવવા દેતી નથી. ઉલ્લેખનીય છે કે ગયા ગુરુવારે પ્રીતિ ઝિંટાએ મુંબઇના મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનમાં નેસ વાડિયાની વિરુધ્ધ છેડછાડનો મામલો નોંધાવ્યો છે.

preity
ત્યારબાદ આ હાઇપ્રોફાઇલ મામલા અંગે પ્રીતિ ઝિંટાએ જણાવ્યું હતું કે 'તેમણે પોતાની સુરક્ષા માટે ફરિયાદ દાખલ કરાવી છે. આ મારા માટે મુશ્કેલીભર્યો સમય છે. હું મીડિયાને અનુરોધ કરું છું કે તેઓ મારી અંગતતાનો આદર કરે, ખાસ કરીને આ મામલામાં. મારો ઇરાદો કોઇને નુકસાન પહોંચાડવાનો નથી પરંતુ મારી સુરક્ષા કરવાનો છે.'

બીજી બાજું પ્રીતિના પૂર્વ પ્રેમી અને આઇપીએલ ટીમ કિંગ્સ ઇલેવન પંજાબમાં પ્રીતિના ભાગીદા વાડિયાએ આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. પ્રીતિએ વાડિયા પર 30 મેના રોજ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલ એક ક્રિકેટ મેચ દરમિયાન તેમનો હાથ પકડવા અને ગાળો ભાંડવાનો આરોપલ લગાવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X