દિલ્હીમાં ફરીથી મોટા ખેડૂત આંદોલનની તૈયારી, પંજાબ-હરિયાણા બોર્ડર સીલ કરાઈ

સરકારોની ખેડૂત વિરોધી નીતિઓથી ખેડૂતો પરેશાન છે અને હવે ફરીથી એક વખત દિલ્હી તરફ ખેડૂતોએ કુંચ કરવાની તૈયારી શરૂ કરી છે.

ફરી એકવાર દેશમાં મોટા પાયે ખેડૂતોના આંદોલનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 13 ફેબ્રુઆરીએ સંયુક્ત કિસાન મોરચાની દિલ્હી ચલો કૂચ પહેલા પંજાબના 27 ખેડૂત સંગઠનોએ હરિયાણા સરકારને અલ્ટીમેટમ આપ્યું છે.

Farmers Movement

પંજાબના ખેડૂતોને દિલ્હી જવા માટે હરિયાણામાં પ્રવેશતા અટકાવવા માટે અંબાલાની શંભુ સરહદને સીલ કરી દેવામાં આવી છે.

હરિયાણા સરકારે રાજ્યના 7 જિલ્લામાં મોબાઈલ ઈન્ટરનેટ, ડોંગલ અને બલ્ક મેસેજ પર 3 દિવસ માટે પ્રતિબંધ મૂક્યો છે. ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરે તે પહેલા સરકારે આ નિર્ણય લીધો છે.

હરિયાણાના અંબાલા, કુરુક્ષેત્ર, કૈથલ, જીંદ, હિસાર, ફતેહાબાદ અને સિરસા જિલ્લાઓમાં ખેડૂતોના વિરોધને ધ્યાનમાં રાખીને મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ, બલ્ક એસએમએસ અને મોબાઈલ નેટવર્ક પર પૂરી પાડવામાં આવતી તમામ ડોંગલ સેવાઓ વગેરેને વોઈસ કોલ સિવાય સ્થગિત કરવામાં આવી છે.

સરકાર દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, આ નિર્ણય 11 ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગ્યાથી 13 ફેબ્રુઆરીના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધી લાગુ રહેશે. આ સમયગાળા દરમિયાન બ્રોડબેન્ડ અને લીઝ લાઇન ઇન્ટરનેટ સેવાઓ સરળ રહેશે.

ઈન્ટરનેટ પર પ્રતિબંધના નિર્ણય અંગે સરકારે કહ્યું કે, ખેડૂતોના વિરોધને કારણે તણાવ, જાહેર સંપત્તિને નુકસાન અને શાંતિ ભંગ થવાની સંભાવના છે, આવી સ્થિતિમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નેટ પ્રતિબંધ ઉપરાંત હરિયાણાના અંબાલા, કુરુક્ષેત્ર, કૈથલ, સોનીપત, ઝજ્જર, રોહતક અને પંચકુલામાં પણ કલમ 144 લાગુ કરવામાં આવી છે. જણાવી દઈએ કે, સંયુક્ત કિસાન મોરચા, બિન-રાજકીય અને ખેડૂત મજૂર સંગઠનો સહિત 26 સંગઠનોએ 13 ફેબ્રુઆરીએ દિલ્હી કુચ કરવાની જાહેરાત કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X