યોગી આદિત્યનાથને યુપીને સીએમ પદેથી ઉતારવાની તૈયારીઓ? જાણો અખિલેેશ યાદવના દાવામાં કેટલો દમ?
ઉત્તર પ્રદેશમાંથી બીજેપીને જાકારો મળ્યા બાદ હવે સતત યોગી આદિત્યનાથની ખુરશીને લઈને ચર્ચા થઈ રહી છે. આ ચર્ચા વચ્ચે સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવે મોટો દાવો કર્યો છે.
અખિલેશ યાદવના દાવાએ ઉત્તર પ્રદેશની રાજનીતિમાં ખળભળાટ મચાવ્યો છે. તેમણે ફરી એકવાર સીએમ યોગી આદિત્યનાથને હટાવવાનો દાવો કર્યો છે. તેમણે ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકના નામે આ દાવો કર્યો છે.

અખિલેશ યાદવે કહ્યું કે, આરોગ્ય મંત્રી ઈચ્છે છે કે મુખ્યમંત્રી પદ છોડે અને પોતે મુખ્યમંત્રી બની જાય. ગુરુવારે તેમણે આ દાવો કર્યો હતો જ્યારે નેતાઓ મોટા પાયે સપામાં જોડાઈ રહ્યા હતા.
સપામાં સામેલ થનારા નેતાઓ અંગે અખિલેશ યાદવે કહ્યું કે, આજે જે લોકો સપામાં જોડાયા છે તે તમામ લોકોનું સ્વાગત છે. મને ખુશી છે કે સાંસદ હાજી જી સપામાં જોડાયા છે.
અખિલેશ યાદવે કહ્યું કે, સહારનપુર અને આસપાસના વિસ્તારના લોકો આજે મોટા પાયે સપા સાથે એકઠા થયા છે. જ્યારે પણ સપાની સરકાર આવશે ત્યારે અમે એક્સપ્રેસ વે દ્વારા સહારનપુરને લખનૌથી જોડીશું.
હાથરસ કેસ પર નિવેદન આપતા તેમણે કહ્યું કે, ઘટનામાં ઘણા લોકોના મોત થયા છે, તે દુઃખદ છે. આ સમગ્ર જવાબદારી સરકારી વહીવટીતંત્રની હતી. આવા કાર્યક્રમોમાં હંમેશા આમંત્રિત કરતાં વધુ લોકો આવે છે.












Click it and Unblock the Notifications
