President Election 2022: કોણ બનશે દેશના આગામી રાષ્ટ્રપતિ, આજે ચૂંટણી

દેશના આગામી રાષ્ટ્રપતિ માટે 18 જુલાઈના રોજ એટલે કે આજે ચૂંટણી યોજાવાની છે.

નવી દિલ્લીઃ દેશના આગામી રાષ્ટ્રપતિ માટે 18 જુલાઈના રોજ એટલે કે આજે ચૂંટણી યોજાવાની છે. 18મીએ મતદાન થશે જ્યારે 21મી જુલાઈએ મતગણતરી સાથે દેશને આગામી રાષ્ટ્રપતિ મળશે. આ વર્ષે સીધો મુકાબલો એનડીએના દ્રૌપદી મુર્મુ અને વિપક્ષના દાવેદાર યશવંત સિંહા વચ્ચે છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન રાજ્ય વિધાનસભાઓ અને સંસદ ગૃહોમાં થશે.

president

આ માટે સંસદ ભવનનાં રૂમ નંબર 63માં વોટિંગ બૂથ બનાવવામાં આવ્યા છે. જ્યાં સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મતદાન થશે. આ મતદાન બેલેટ પેપર પર કરવામાં આવે છે. આ બેલેટ પેપર પણ સીરિયલ નંબરને બદલે રેન્ડમલી આપવામાં આવે છે. સાંસદોએ તેમના બેલેટ પેપર પર તેમના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામ સામે તેમની પસંદગીની નોંધણી કરવી આવશ્યક છે.

મુકાબલો દ્રૌપદી મુર્મુ અને યશવંત સિંહા વચ્ચે

ભારતીય જનતા પાર્ટીએ ઝારખંડના પૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મૂર્મુને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. તેમનેે જેડીયુ, લોજપા, અકાલી દળ, બસપા, ટીડીપી, વાયએસઆરસીપી, બીજુ જનતા દળ, શિવસેના, ઝારખંડ મુક્તિ મોરચાનુ સમર્થન છે. જો દ્રૌપદી મૂર્મુ રાષ્ટ્રપતિ બનશે તો તે દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ અને બીજા મહિલા રાષ્ટ્રપતિ હશે. વળી, વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહા સતત સમર્થન મેળવવામાં વ્યસ્ત છે. તેમને કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, એનસીપી, તૃણમૂલ કોંગ્રેસ, ડીએમકે, ટીઆરએસ, આમ આદમી પાર્ટી અને ડાબેરીઓનુ સમર્થન છે. જો સમર્થનની વાત કરીએ તો એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મુનુ પલડુ ભારે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X