For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાગરિકતા સુધારા બિલ બન્યો કાયદો, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, મોબાઈલ સેવા બંધ, 2ના મોત

ગુરુવારે રાતે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ બિલને પોતાની મંજૂરી આપી દીધી ત્યારબાદ હવે આ બિલ કાયદો બની ગયુ છે.

|
Google Oneindia Gujarati News

નાગરિકતા સુધારા બિલને સંસદના બંને ગૃહમમાં પાસ કરી દેવામાં આવ્યુ છે. ત્યારબાદ આ બિલને રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલવામાં આવ્યુ હતુ. ગુરુવારે રાતે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ બિલને પોતાની મંજૂરી આપી દીધી ત્યારબાદ હવે આ બિલ કાયદો બની ગયુ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ બિલ પર મોડી રાતે હસ્તાક્ષર કરી દીધા ત્યારબાદ હવે આ બિલ દેશનો કાયદો બની ગયો છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતી હિંદુ, સિખ, ઈસાઈ, બૌદ્ધ, જૈન તેમજ પારસી ધર્મના લોકોનુ તેમના દેશમાં ધાર્મિક આધારે શોષણ થયુ છે તેમને આ કાયદા હેઠળ નાગરિકતા આપવામાં આવશે.

કાયદો હવે પ્રભાવી

કાયદો હવે પ્રભાવી

આ બાબતે રાજપત્ર પણ પ્રકાશિત કરી દેવામાં આવ્યુ છે ત્યારબાદ આ કાયદો હવે પ્રભાવી થઈ ગયો છે. આ કાયદા હેઠળ પાકિસ્તાન,અફઘાનિસ્તાન તેમજ બાંગ્લાદેશના ધાર્મિક આધારે શોષિત સિખ, હિંદુ, ઈસાઈ, જૈન, બૌદ્ધ, પારસીનાગરિક જે ભારતમાં 31 ડિસેમ્બર 2014 સુધી ભારત આવ્યા તેમને હવે ગેરકાયદેસર પ્રવાસી માનવામાં નહિ આવે, હવે આ લોકોને દેશની નાગરિકતા આપવામાં આવશે. આ કાયદો બનવા દરમિયાન પૂર્વોત્તર રાજ્યોમાં સ્થિતિ ઘણા તણાવપૂર્ણ છે અને ઘણી જગ્યાઓએ હિંસાના સમાચાર છે.

ઉગ્ર પ્રદર્શન

ઉગ્ર પ્રદર્શન

નાગરિકતા સુધારા બિલના વિરોમાં નોર્થ ઈસ્ટના રાજ્યોમાં ગુરુવારે સતત ચોથા દિવસે પણ ઉગ્ર પ્રદર્શન ચાલુ છે. અસમમાં હિંસક પ્રદર્શનના કારણે પોલિસને કાલે ફાયરીંગ કરવુ પડ્યુ હતુ. જેમાં બે લોકોને ગોળી વાગી ગઈ હતી જેમનુ ગુરુવારે સાંજે મોત નીપજ્યુ હતુ. ગુવાહાટી મેડીકલ કોલેજે આની પુષ્ટિ કરી છે. અસમ અને ત્રિપુરા બાદ હવે મેઘાલયમાં પણ ઈન્ટરનેટ અને એસએમએસ સર્વિસ પર રોક લગાવી દેવામાં આવી છે. આ રોક આગામી 48 કલાક સુધી ચાલુ રહેશે. સરકારે તણાવ માટે ફેલાઈ રહેલી અફવા પર લગામ લગાવવા માટે આ પગલુ ઉઠાવ્યુ છે.

આ પણ વાંચોઃ CABના વિરોધમાં બાંગ્લાદેશના બે વરિષ્ઠ મંત્રીઓએ રદ કર્યો ભારત પ્રવાસઆ પણ વાંચોઃ CABના વિરોધમાં બાંગ્લાદેશના બે વરિષ્ઠ મંત્રીઓએ રદ કર્યો ભારત પ્રવાસ

ચાર દિવસથી રેલ અને માર્ગ વ્યવહાર પ્રભાવિત

ચાર દિવસથી રેલ અને માર્ગ વ્યવહાર પ્રભાવિત

અસમ, મણિપુર, ત્રિપુરા, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ અને મેઘાલયમાં સોમારથી ચાલી રહેલ આંદોલનના દોરી મંગળવારે નોર્થ ઈસ્ટ સ્ટુડન્ટ ઑર્ગેનાઈઝેશન (નેસી)એ પોતાના હાથમાં લઈ લીધી. આંદોલનને 30છાત્ર સંગઠનો અને ડાબેરી પક્ષોનું સમર્થન મળી રહ્યુ છે. અસમમાં હજારો પ્રદર્શનકારીઓએ રેલવે અને માર્ગ પર પ્રદર્શન કર્યુ. આ કારણે અહીં 4 દિવસથી રેલ અને માર્ગ વાહન વ્યવહાર પ્રભાવિત થયો. 4 દિવસોમાં આંદોલનકારીઓએ વિધાનસભા, સચિવાલયમાં ઘૂસવાની કોશિશ કરી. પોલિસ બેરિકેડ્સ તોડ્યા, આગ અને તોડફોડ કરી.

અસમમાં 2 લોકોના મોત

અસમમાં 2 લોકોના મોત

અસમમાં સેનાની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. સેના સતત ફ્લેગ માર્ચ કરી રહી છે. આ ઉપરાંત અસમ રાઈફલ્સ અને રેલવે પ્રોટેક્શન સ્પેશિયલ ફોર્સ પણ તૈનાત કરવામાં આવી છે. વળી, અસમના મુખ્યમંત્રીએ રાજ્યના લોકોને શાંતિ જાલવી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યુ છે કે સ્થાનિક લોકોના અધિકારોને આંચ આવવા નહિ દઈએ. વળી, અસમના રાજ્યપાલ જગદીશ મુખીએ કહ્યુ કે હું અસમમાં બિલનો વિરોધ કરી રહેલા છાત્રો, ભાઈઓ અને બહેનોને અનુરોધ કરુ છુ કે તે પોતાનો વિરોધ કરતી વખતે નિયંત્રણ ન ગુમાવો અને રાજ્યમાં શાંતિ જાળવી રાખો. ત્રિપુરામાં પણ સ્થિતિ બેકાબુ છે. માર્ગ, રેલ સેવાઓ પર અસર પડી રહી છે અને સતત આગ અને તોડફોડની ઘટનાઓ થઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં પ્રદર્શ દરમિયાન અહીં 2 લોકોના મોત થઈ ગયા છે અ 11 લોકો ઘાયલ છે.

English summary
President gives his consent to Citizenship Amendment bill now it a law, Mobile services withdrawn in Meghalaya assam tripura.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X