કેટલો હોય છે દેશના રાષ્ટ્રપતિનો પગાર, જાણો કઈ-કઈ સુવિધા મળે
કેટલો હોય છે દેશના રાષ્ટ્રપતિનો પગાર, જાણો કઈ-કઈ સુવિધા મળે
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આમ તો ઉત્તર પ્રદેશથી આવ્યા છે અને તેમનું એક નિવેદન સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યું છે. જણાવી દઈએ કે પ્રેસિડેન્ટ રામનાથ કોવિંદ શુક્રવારે જ્યારે કાનપુર સ્ટેશન પહોંચ્યા તો ત્યાં તેમણે લોકોને સંબોધિત કરતાં પોતાના પગારનો પણ ઉલ્લેખ કર્યો. રાષ્ટ્રપતિએ કહ્યું કે લોકો કહે છે કે દેશના રાષ્ટ્રપતિને સૌથી વધુ પગાર મળતો હોય છે, પરંતુ જો હું સૌથી વધુ પગાર મેળવું છું તો ટેક્સ પણ એ હિસાબે આપું છું. તેમના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર રાષ્ટ્રપતિને મળતા પગારને લઈ ચર્ચા તેજ થઈ ગઈ. એવામાં આવો જાણીએ કે દેશના રાષ્ટ્રપતિને કેટલો પગાર મળે છે અને કઈ-કઈ સુવિધાઓ મળે છે.

1.5 લાખથી વધુને 5 લાખ પગાર થયો
રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ તરીકે 25 જુલાઈ 2017ના રોજ પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો, આ અગાઉ તેઓ બિહારના રાજ્યપાલ તરીકે નિયુક્ત હતા. રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિ પદ પર 5 લાખ રૂપિયા પ્રતિ મહિના પગાર મળે છે. જો કે 201થી પહેલા સુધી રાષ્ટ્રપતિનો પગાર માત્ર 1.5 લાખ રૂપિયા હતા, જે ટૉપ બ્યૂરોક્રેટ્સ અને કેબિનેટ મંત્રીઓથી પણ ઓછો હતો. 2017માં તેમનો પગાર વધીને 1.5 લાખથી 5 લાખ રપિયા થઈ ગયો. ઈન્ડિયા ટુડેમાં છપાયેલા રિપોર્ટ મુજબ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના પત્નીને દર મહિને 30 હજાર રૂપિયા મળે છે જે તેમને સેક્રેટેરિયલ આસિસ્ટન્ટ તરીકે આપવામાં આવે છે.

પગાર ઉપરાંત રાષ્ટ્રપતિને આ સુવિધાઓ મળે છે
પગાર ઉપરાંત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ફ્રી ચિકિત્સા, ઘર, વિજળી, ટેલીફોન બિલ સહિત અન્ય ભથ્થાં મળે છે. આની સાથે જ કેન્દ્ર સરકાર દર વર્ષે રાષ્ટ્રપતિના આવાસ, સ્ટાફ, ભોજન અને રાષ્ટ્રપતિ ભવન આવતા લોકોની આવગત પર 2 કરોડ 25 લાખ રૂપિયાની રાશિ ખર્ચ કરે છે. રાષ્ટ્રપતિને ક્યાંક આવવા-જવા માટે વિશેષ રૂપે બનેલી મર્સિડીઝ બેંજ એસ600 પુલમૈન ગાર્ડ ગાડી આપવામાં આવે છે, જેમાં સુરક્ષાના પુખ્તા ઈંતેજામ હોય છે.

પેંશન તરીકે રાષ્ટ્રપતિને શું શું મળે છે
પદથી હટ્યા બાદ પૂર્વ રાષ્ટ્રપતિ તરીકે 1.5 લાખ રૂપિયા પ્રતિ મહિને પેંશન આપવામાં આવે છે, આ ઉપરાંત રાષ્ટ્રપતિના પત્નીને સેક્રેટેરિયલ આસિસ્ટન્ટ તરીકે મળતી 30 હજારની રાશિ પણ મળતી રહે છે. આની સાથે જ પૂર્વ રાષ્ટ્રપતિને આવાસ તરીકે રેંટ ફ્રી બંગલો, એક મોબાઈલ ફોન, બે ફ્રી લેન્ડલાઈન ફો અને આજીવન ફ્રી ઈલાજની સુવિધા આપવામાં આવે છે. સ્ટાફના ખર્ચ માટે સરકાર પૂર્વ રાષ્ટ્રપતિને 60 હજાર રૂપિયા આપે છે. પૂર્વ રાષ્ટ્રપતિને પોતાના એક સાથી સાથે ટ્રેન અથવા હવાઈ માર્ગે ફ્રી યાત્રાની સુવિધા પણ મળે છે.
ટેલિગ્રામ ચેનલમાં જોડાવવા માટે અહીં ક્લિક કરો

2008 પહેલા 50 હજાર રૂપિયા પગાર હતો
જણાવી દઈએ કે 2017માં થયેલ પગારવધારા પહેલાં 2008માં પણ રાષ્ટ્રપતિનો પગાર વધારવામાં આવ્યો હતો. 2008 પહેલાં સુધી રાષ્ટ્રપતિને પ્રતિ માસ 50 હજાર રૂપિયાનો પગાર મળતો હતો. ઉલ્લેખનીય છે કે ભારતના રાષ્ટ્રપતિ દેશના સર્વોચ્ચ નાગરિક હોય છે અને તેમને પ્રથમ નાગરિક પણ કહેવાય છે. આની સાથે જ રાષ્ટ્રપતિ દેશની ત્રણે સેનાના સુપ્રીમ કમાંડર હોય છે.
-
DC vs GT Weather Update: દિલ્હીમાં વરસાદનું સંકટ; જાણો ગુજરાત ટાઇટન્સ સામેની મેચ રમાશે કે નહીં? -
પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને ખડગે પર શર્માની ટિપ્પણીના સમર્થન અંગે સ્પષ્ટતા માગી -
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
અલ નીનોના જોખમ વચ્ચે 2026માં ભારતમાં સામાન્યથી ઓછો વરસાદ પડી શકે છે: સ્કાયમેટ વેધર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
PM Kisan eKYC: 23મો હફ્તો પડે એ પહેલાં જાણી લો, ઘરે બેઠા KYC કઈ રીતે કરવું -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું












Click it and Unblock the Notifications
