રશિયા-યુક્રેન યુદ્ધના મેદાનમાંથી મોટા સમાચાર, પુતિને યુદ્ધ રોકવા આદેશ કર્યો, જાણો કેમ?
માહિતી અનુસાર હવે રશિયા રશિયન સૈનિકો 6 જાન્યુઆરીથી 36 કલાક માટે યુદ્ધ રોકશે. રાષ્ટ્રપતિ પુતિને 2 દિવસ માટે યુદ્ધ વચ્ચે રોકવાનો આદેશ કર્યો છે.
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને 1 વર્ષ પુરૂ થવા આવ્યુ છે અને બન્ને દેશો સામસામે અડ્યા છે ત્યારે હવે યુદ્ધના મેદાનમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. યુક્રેન ભારે તબાહીનો સામનો કરી રહ્યું છે ત્યારે હવે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને 2 દિવસ માટે યુદ્ધ વચ્ચે રોકવાનો આદેશ કર્યો છે.

રાષ્ટ્રપતિ પુતિનનો આ આદેશ 6 અને 7 જાન્યુઆરી માટે આવ્યો છે. ક્રેમલિન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર હવે રશિયા રશિયન સૈનિકો 6 જાન્યુઆરીથી 36 કલાક માટે યુદ્ધ રોકશે.
અહીં તમને જણાવી દઈએ કે, રશિયા અને યુક્રેનમાં મોટી સંખ્યામાં ઓર્થોડોક્સ ખ્રિસ્તીઓ છે. આ ખ્રિસ્તીઓ દર વર્ષે 6-7 જાન્યુઆરીએ ક્રિસમસની ઉજવણી કરે છે, જેને ધ્યાનમાં રાખીને રશિયન ઓર્થોડોક્સ ચર્ચના વડાએ આ બે દિવસ માટે યુદ્ધ રોકવાની વિનંતી કરી હતી. જે બાદ રશિયન રાષ્ટ્રપતિએ બે દિવસ માટે યુદ્ધવિરામનો આદેશ આપ્યો છે.
રશિયન ઓર્થોડોક્સ ચર્ચના વડા મોસ્કોના પેટ્રિઆર્ક કિરીલે ગુરુવારે યુક્રેનમાં યુદ્ધના બંને પક્ષોને ક્રિસમસ યુદ્ધવિરામ કરવા હાંકલ કરી હતી. જેને યુક્રેને નકારી દીધી હતી.
આ મુદ્દે રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે તે વિસ્તારોમાં મોટી સંખ્યામાં રૂઢિવાદીઓ રહે છે, અમે યુક્રેનિયન પક્ષને યુદ્ધવિરામ જાહેર કરવા અને તેમને નાતાલના આગલા દિવસે તેમજ નાતાલના દિવસે સેવાઓમાં હાજરી આપવાની મંજૂરી આપીએ છીએ.












Click it and Unblock the Notifications
