For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યૂપીની પ્રાથમિક શાળાઓમાં ખાખી ડ્રેસ પહેરશે બાળકો, આ હશે નવા યૂનિફોર્મનો રંગ

યૂપીની પ્રાથમિક શાળાઓમાં ખાખી ડ્રેસ પહેરશે બાળકો, આ હશે નવા યૂનિફોર્મનો રંગ

|
Google Oneindia Gujarati News

લખનઉઃ ઉત્તર પ્રદેશની યોગી સરકાર રાજ્યમાં ખાખીને પ્રોત્સાહન આપવા માટે એક નવી પહેલ કરવા જઈ રહ્યા છે. હવે નવા સત્રમાં યૂપીની પ્રાથમિક શાળામાં બાળકો ખાખીથી બનેલ ડ્રેસ પહેરશે. જો કે હજુ આ પાયલટ પ્રોજેક્ટ લખનઉ સહિત ચાર જિલ્લામાં જ લાગૂ કરવામાં આવ્યો છે. યોજના સફળ રહી તો આનો વિસ્તાર સમગ્ર યૂપીમાં કરવામાં આવશે. જેને લઈ સરકારી આદેશ જાહેર કરી દેવામાં આવ્યા છે. દલદી જ પસંદ કરેલ જિલ્લાની પ્રાથમિક વિદ્યાલયોને આ નવી ડ્રેસ નિઃશુલ્ક આપવામાં આવશે.

બાળકોને ખાખી યૂનિફોર્મ

બાળકોને ખાખી યૂનિફોર્મ

રાજ્યના બેસિક શિક્ષણમંત્રી અનુપમા જાયસવાલે જણાવ્યું કે ખાખીને પ્રોત્સાહન આપવા માટે અને વિદ્યાર્થીઓને તેનું મહત્વ જણાવવા માટે રાજ્યની પ્રાઈમરી સ્કૂલોમાં ખાખી યૂનિફોર્મ પહેરવાની પહેલ કરી છે. આ પાયલટ પ્રોજેક્ટ આધા પર શરૂ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કેશરૂઆતમાં આ યોજના રાજ્યના ચાર બ્લોકમાં જ શરૂ કરવામાં આશે. જુલાઈથી શરૂ થતા આ સત્રથી આ પરિયોજનાનો પ્રારં થશે. ચાર જિલ્લામાં બહરાઈચ પણ સામેલ કરવામાં આવ્યો છે.

આ રંગનો હશે યૂનિફોર્મ

આ રંગનો હશે યૂનિફોર્મ

અનુપમા જાયસવાલે જણાવ્યું કે જો યોજનાના પરિણામ સારા રહ્યા તો સમગ્ર રાજ્યમાં લાગૂ કરી દેવામાં આવશે. આ યૂનિફોર્મ હાલ લખનઉના મોહનલાલગંજ સીતાપુરના સિધૌલી, મીરજાપુરના છિયાનબે અને બહરાઈચના મટેરા, મહસી અને વિશ્વેશ્વરગંજ વિકાસ ખંડોની તમામ સ્કૂલોમાં વહેચવામાં આવશે. જ્યારે જો આ યૂનિફોર્મના રંગની વાત કરવામાં આે તો છોકરાઓને ડાર્ક ભૂરા રંગનું પેન્ટ અને ગુલાબી શર્ટ છે.

ડ્રેસનું વિતરણ કરાશે

ડ્રેસનું વિતરણ કરાશે

એક અધિકારીએ જણાવ્યું કે આ ડ્રેસ ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ ઉપલબ્ધ કરાવશે. તમામ સ્કૂલોમાં 1થી 15 જુલાઈ વચ્ચે ડ્રેસનું વિતરણ કરવામાં આવશે. જેમાં દરેક જિ્લામાં જિલ્લા અધિકારીની અધ્યક્ષતા કમિટી બનશે, જેને એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે આ કાર્ય સમયસર થઈ જાય. જ્યારે ખાદીના ડ્રેસ વહેંચવાના છે, ત્યાં કમિટીમાં ખાદી અને ગ્રામોદ્યોગ અધિકારી પણ હશે. બેસિક શિક્ષા અધિકરી કમિટીના સિચવ હશે. જ્યારે ડ્રેસ વિતરણ દરમિયાન સાંસદ, ધારાસભ્ય અને અન્ય જનપ્રતિનિધિઓને આમંત્રિત કરવામાં આવશે.

કોન્ડોમ કૌભાંડઃ 11 કંપનીઓ પાસેથી સરકાર દંડ વસૂલશે કોન્ડોમ કૌભાંડઃ 11 કંપનીઓ પાસેથી સરકાર દંડ વસૂલશે

English summary
primary school students of uttar pradesh will wear khakhi uniform from now on
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X