For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં સ્કુલો ફરી ખુલવા માટે તૈયાર, 9 નવેમ્બરથી ખુલશે પ્રાથમિક શાળાઓ: પર્યાવરણ મંત્રી ગોપાલ રાય

બહુ જ ખરાબ શ્રેણીમાં AQI હોવાના કારણે દિલ્હીમાં શાળાઓ બંધ કરવામાં આવી હતી. હવે દિલ્હીની શાળાઓ ફરીથી ખુલવા માટે તૈયાર છે. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે જાણકારી આપી હતી કે 9 નવેમ્બરથી પ્રાથમિક શાળાઓ ખુલશે અને ઓપન એરિ

|
Google Oneindia Gujarati News

બહુ જ ખરાબ શ્રેણીમાં AQI હોવાના કારણે દિલ્હીમાં શાળાઓ બંધ કરવામાં આવી હતી. હવે દિલ્હીની શાળાઓ ફરીથી ખુલવા માટે તૈયાર છે. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે જાણકારી આપી હતી કે 9 નવેમ્બરથી પ્રાથમિક શાળાઓ ખુલશે અને ઓપન એરિયાની પ્રવૃત્તિઓ પરનો પ્રતિબંધ પણ હટાવવામાં આવી રહ્યો છે.

શાળાઓ ફરી ખોલવાનો લેવાયો નિર્ણય

શાળાઓ ફરી ખોલવાનો લેવાયો નિર્ણય

ખાનગી તોડફોડ અને બાંધકામ પર પ્રતિબંધ ચાલુ રહેશે. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે પ્રદૂષણની રોકથામ અને સરકારી પગલાં વિશે કહ્યું કે, પ્રદૂષણ પર અંકુશ આવી ગયો છે, આવી સ્થિતિમાં શાળાઓને ફરીથી ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દિલ્હીમાં ટ્રકોની એન્ટ્રી પરથી પ્રતિબંધ હટાવાયો

દિલ્હીમાં ટ્રકોની એન્ટ્રી પરથી પ્રતિબંધ હટાવાયો

સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું કે, દિલ્હીમાં ટ્રકોના પ્રવેશ પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. 9 નવેમ્બરથી પ્રાથમિક શાળાઓ ખુલશે. ઘરેથી કામ કરવાની માર્ગદર્શિકામાં પણ સુધારો કરવામાં આવ્યો છે. આજથી કચેરીઓ પૂર્ણ ક્ષમતાથી કાર્યરત થશે. હાઈવે, રોડ, ફ્લાયઓવર, ઓવરબ્રિજ, પાઈપલાઈન, પાવર ટ્રાન્સમિશનને લગતા બાંધકામ પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે.

જુના પેટ્રોલ- ડઝલ વાહનો પર પ્રતિબંધ યથાવત

જુના પેટ્રોલ- ડઝલ વાહનો પર પ્રતિબંધ યથાવત

વાહનો પર પ્રતિબંધ અંગે દિલ્હી સરકારના નિયમો અંગે પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે જણાવ્યું હતું કે, BS III કેટેગરીના ખાનગી પેટ્રોલ ફોર વ્હીલર્સ અને BS IV શ્રેણીના ડીઝલ વાહનો પર પણ પ્રતિબંધ યથાવત રહેશે.

ત્રીજા તબક્કાના પ્રતિબંધ ચાલુ રહેશે

ત્રીજા તબક્કાના પ્રતિબંધ ચાલુ રહેશે

કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) દ્વારા જારી કરાયેલા નિર્દેશોના આધારે ચોથા તબક્કાના પ્રતિબંધો હટાવવામાં આવી રહ્યા છે, જ્યારે ત્રીજા તબક્કાના નિયંત્રણો ચાલુ રહેશે.

English summary
Primary schools re open in Delhi from November 9: Environment Minister
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X