Kerala Boat Tragedy Updat : કેરળ નૌકા દુર્ઘટના અંગે વડાપ્રધાને વ્યક્ત કર્યો શોક, મૃતકના પરિવારને મળશે 2 લાખનું
Kerala Boat Tragedy Update : કેરળના મલપ્પુરમ જિલ્લાના તનુરના પર્યટક સ્થળ તેરમમાં એક નૌકા પલટી જવાની ઘટના ઘટી હતી. આ ઘટનામાં કુલ 22 લોકોના મોત થયા છે.
હાલ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. આ ઘટના અંગે વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે, સાથે સાથે મૃતકના પરિવારને 2 લાખ રૂપિયાનું વળતર આપવાની પણ જાહેરાત કરી છે.

કેરળના મહેસૂલ મંત્રી કે રાજને જણાવ્યું કે, આ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 22 થઈ ગયો છે. બોટમાં મુસાફરી કરનારા લોકોની ચોક્કસ સંખ્યાની પુષ્ટિ થઈ શકી નથી.
મુખ્યમંત્રી સવારે સાડા નવ કલાકે ઘટનાસ્થળે પહોંચશે. હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. એનડીઆરએફ, ફાયર અને સ્કુબા ડાઈવિંગ ટીમ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. નેવીની ટીમ પણ આગળ આવી છે. NDRFની બીજી ટીમ પણ ઘટના સ્થળે પહોંચશે.
રવિવારની રાત્રે હોડી પલટી જવાની જાણ થતાં જ તાત્કાલિક ધોરણે અનેક વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. આ દરમિયાન કેરળના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે ઘટના બાદ મધ્યરાત્રિએ રાજ્યના આરોગ્ય વિભાગની તાકીદની બેઠક બોલાવી હતી અને અધિકારીઓને ઘાયલોની સારી સારવાર સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો.
સ્વાસ્થ્ય મંત્રીએ પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ઝડપી બનાવવા અને ઘાયલોની સારી સારવાર કરવાનો નિર્દેશ આપ્યો છે. મંત્રીએ સોમવારના રોજ વહેલી સવારે 6 કલાકે પોસ્ટમોર્ટમ શરૂ કરવાની કડક સૂચના પણ આપી છે.
બીજી તરફ કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને રવિવારના રોજ મલપ્પુરમમાં બોટ પલટી જવાની ઘટનામાં લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી પિનરાઈ વિજયને જણાવ્યું હતું કે, મલપ્પુરમમાં તનુર બોટ દુર્ઘટનામાં જાનહાનિથી ખૂબ જ દુઃખદ છે. કેબિનેટ મંત્રીઓ દ્વારા દેખરેખ રાખવામાં આવતા બચાવ કામગીરીનું અસરકારક રીતે સંકલન કરવા જિલ્લા વહીવટીતંત્રને નિર્દેશ આપવામાં આવ્યો છે. પીડિતોના પરિવારજનો અને મિત્રો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના.
આવા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટનામાં જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું હતું. આ સાથે મૃતકોના નજીકના સંબંધીઓને 2-2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી હતી.
રવિવારની રાત્રે એક ટ્વિટમાં, વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે, કેરળના મલપ્પુરમમાં બોટ દુર્ઘટનાને કારણે જાનમાલનું નુકસાન સહન કરનારા શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. દરેક મૃતકના નજીકના સંબંધીઓને PMNRF તરફથી 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમ આપવામાં આવશે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
