For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતનો પ્રેમ જોઈ ગદગદિત થયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જનતાને સંબોધનમાં જાણો શું કહ્યું

ગુજરાતમાં ભાજપની પ્રચંડ જીત થયા બાદ આજે ભાજપના રાષ્ટ્રીય નેતાગણ દિલ્હી ખાતે કમલમમાં પહોંચી ગયા છે, જ્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનતાને સંબોધી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ આજે જાહેર થઈ ગયાં છે. જેમાં ભાજપને 156 સીટ પર જંગી બહુમતીથી જીત મળી છે જ્યારે કોંગ્રેસ માત્ર 17 સીટ જ જીતી શકી છે. આમ આદમી પાર્ટી 5 સીટ પર અને અપક્ષ ઉમેદવારો 4 જ જીત્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના આ જનાદેશથી ખુબ જ ખુશ થયા છે અને ગુજરાતનો પ્રેમ જોઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગદગદીત થઈ ગયા છે. તેમણે દિલ્હી કમલમથી જનતાને સંબોધિત કરી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી કમલમથી જનતા જનાર્દનને સંબોધિત કરતા કહ્યું કે, હું જનતા જનાર્દનનો નતમસ્તક છું. જેપી નડ્ડાના નેતૃત્વમાં ભાજપના કાર્યકર્તાઓએ જે પરિશ્રમ કર્યો છે, તેની સુગંધ આજે આપણે ચારોતરફ અનુભવ કરી રહ્યા છે. જ્યાં ભારતીય જનતા પાર્ટી પ્રત્યેક્ષ નથી જીતી ત્યાં ભાજપનો વોટશેર ભાજપ પ્રત્યે સ્નેહનો સાક્ષી છે. હું ગુજરાત, હિમાચલ અને દિલ્હીની જનતાનો વિનમ્ર ભાવથી આભાર વ્યક્ત કરું છું. ભાજપ પ્રત્યેનો આ સ્નેહ અલગ અલગ રાજ્યોની પેટાચૂંટણીમાં પણ જોવા મળી રહ્યો છે. યુપીના રામપુરમાં ભાજપને જીત મળી છે. બિહારની પેટાચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન આગામી દિવસનો સ્પષ્ટ સંકેત કરી રહ્યું છે. આજે હું ચૂંટણી પંચનો પણ આભાર માનું છું. ચૂંટણી દરમિયાન એક બહુ મોટી વાત જેની ચર્ચા થવી જઈતી હતી, જ્યાં સુધી મારી જાણકારી છે ત્યાં સુધી એકેય પોલિંગ બૂથમાં રિપોલિંગ કરાવવાની જરૂરત નથી પડી.

narendra modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સુખ અને શાંતિ રીતે લોકતંત્રની ભાવનાઓને સ્વીકાર કરતાં મતદાતાઓએ લોકતંત્રના ઉત્સવને બહુ મોટી તાકાત આપી છે અને તેના માટે પણ ચૂંટણી પંચ અભિનંદનના આભારી છે. આજે હું હિમાચલના મતદાતાઓનો પણ આભારી છું. હિમાચલની ચૂંટણીમાં 1 ટકાથી પણ ઓછા તફાવતથી હારજીત થઈ છે. આટલા ઓછા તફાવતથી હિમાચલમાં ક્યારેય રિઝલ્ટ નથી આવ્યું. દર પાંચ વર્ષે અહીં સરકાર બદલી છે અને દરેક વખતે અહીં જીત અને હારનાર વચ્ચે 5થી 7 ટકાનો તફાવત રહે છે જ્યારે આ વખતે 1 ટકાથી પણ ઓછો તફાવત છે. હિમાચલની જનતાને આશ્વસ્ત કરું છું કે ભાજપ ભલે એક ટકાથી પાછળ રહી ગઈ હોય પરંતુ વિકાસ માટે અમારી પ્રતિબદ્ધતા સો ટકા રહેશે.

હિમાચલથી જોડાયેલા દરેક વિષયને અમે પૂરી મજબૂતીથી ઉઠાવશું અને કેન્દ્ર સરકાર દ્વારા હિમાચલની પ્રગતિ, જે તેમનો હક છે તેમાં અમે કમી આવવા નહીં દઈએ. ભાજપને મળેલું જનસમર્થન મહત્વપૂર્ણ એટલા માટે છે કેમ કે આ એવા સમયે આવ્યું છે જ્યારે ભારત અમૃત કાળમાં પ્રવેશ કરી ચૂક્યું છે, જે બતાવે છે કે આવતા 25 વર્ષ માત્રને માત્ર વિકાસની રાજનીતિ માટે જ છે. ભાજપનું મળેલું જનસમર્થન નવા ભારતની આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે, ગરીબ- દલિત- વંચિત- પછાત- સોશિત આદિવાસીઓના સશક્તિકરણ માટે છે. લોકોએ ભાજપને મત આપ્યો કેમ કે ભાજપ દરેક સુવિધા દરેક લોકો સુધી પહોંચાડવા માંગે છે. લોકોએ ભાજપને મત આપ્યો કેમ કે ભાજપ દેશના હિતમાં મોટામાં મોટા અને આકરામાં આકરા નિર્ણય લેવાની તાકાત ધરાવે છે.

મોદીએ કહ્યું કે, ભાજપનું વધતું જનસમર્થન જણાવે છે કે પરિવારવાદ અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ જનાક્રોસ સતત વધી રહ્યો છે, અને હું સ્વસ્થ લોકતંત્ર માટે આને એક શુભ સંકેત તરીકે જોઉં છું. આ વખતે ગુજરાતે તો કમાલ જ કરી દીધો. તેમણે કહ્યું કે ચૂંટણી વખતે મેં ગુજરાતની જનતાને કહ્યું હતું કે આ વખતે નરેન્દ્રનો રેકોર્ડ તૂટવો જોઈએ અને મેં વચન આપ્યું હતું કે ભૂપેન્દ્ર નરેન્દ્રનો રેકોર્ડ તોડે તે માટે નરેન્દ્ર મહેનત કરશે. અને ગુજરાતની જનતાએ તો રેકોર્ડ તોડવામાં પણ રેકોર્ડ તોડી દીધો. તેમણે ગુજરાતની સ્થાપનાથી લઈને અત્યાર સુધીના બદા જ રેકોર્ડ તોડી નાખ્યા. ગુજરાતનો સૌથી પ્રચંડ જનાદેશ આપી ગુજરાતની જનતાએ ભાજપને ઐતિહાસિક જીત અપાવી છે. લોકોએ જાતિ, વર્ગ, સમુદાય અને દરેક પ્રકારના વિભાજનથી ઉપર ઉઠીને ભાજપને વોટ આપ્યો છે. ભાજપ ગુજરાતના દરેક ગઢનો ભાગ છે, ગુજરાતના દરેક પરિવારનો ભાગ છે. આ ચૂંટણીમાં ગુજરાતમાં એક કરોડથી પણ વધુ એવા વોટર્સ હતા જેમણે મતદાન કર્યું પરંતુ આ એ મતદાતા હતા જેમણે ક્યારેય કોંગ્રેસના દુસાશનને, તેમની ખરાબીઓને જોઈ નહોતી. તેઓ નવા હતા, તેમણે માત્ર ભાજપની સરકારને જ જોઈ છે. અને યુવાનોની તો પ્રકૃતિ હોય છે કે તેઓ હંમેશા સવાલ પૂછે છે, તપાસે છે, તે પછી જ કોઈ નિર્ણય પર પહોંચે છે. યુવાઓ દશકોથી સત્તામાં રહી હોય એટલે કોઈ પાર્ટીને મતદાન નથી કરતા, યુવાઓને ભરોસો હોય ત્યારે જ મત આપે છે.

યુવાઓનું દિલ માત્ર વિઝન અને વિકાસથી જ જીતી શકીએ અને ભાજપમાં વિઝન પણ છે અને વિકાસ માટે પ્રતિબદ્ધતા પણ છે. જ્યારે મહામારીના ઘોર સંકટ વચ્ચે બિહારમાં ચૂંટણી થઈ હતી ત્યારે જનતાએ ભાજપને ભરપૂર આશિર્વાદ આપ્યા, જ્યારે મહામારીના સંકટથી બહાર નીકળતાં આસામ, યુપી, ઉત્તરાખંડ, ગોવા, મણીપુર, એક પછી એક ચૂંટણીમાં જનતાએ ભાજપને જ ચૂંટી. અને આજે જ્યારે ભારત વિકસિત ભારતના લક્ષ્ય માટે આગળ વધી રહ્યું છે ત્યારે પણ દેશની જનતાનો ભરોસો માત્રને માત્ર ભાજપ પર છે.

ગુજરાતની આ ચૂંટણીમાં ભાજપનું આહ્વાન હતું કે વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનું નિર્માણ. ગુજરાતના પરિણામોએ સિદ્ધ કર્યું છે કે સામાન્ય નાગરિકોમાં વિકસિત ભારત માટે કેટલી પ્રબળ આકાંક્ષાઓ છે. સંદેશ સ્પષ્ટ છે, જ્યારે દેશ સામે કોઈ પડકાર હોય છે તો દેશની જનતાનો ભરોસો ભાજપ પર હોય છે. જ્યારે દેશ પર કોઈ સંકટ આવે છે તો દેશની જનતાનો ભરોસો ભાજપ પર હોય છે.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, મને ખુશી છે કે આજે ભારતમાં ગામ હોય કે શહેર, ગરીબ હોય કે અમીર, બધાની પહેલી પસંદ ભાજપ છે. ભાજપને ગુજરાતના આદિવાસી ક્ષેત્રોના પણ અભૂતપૂર્વ આશિર્વાદ મળ્યા છે. મને જાણકારી મળી છે કે એસસી-એસટીની 40 સીટ રિઝર્વ છે જેમાંથી 26 સીટ ભાજપ પ્રચંડ બહુમતીથી જીતી છે. આદિવાસી સમુદાયનું જબરદસ્ત સમર્થન ભાજપને મળી રહ્યું છે. આ બદલાવને આખા દેશમાં મહેસૂસ કરવામાં આવ્યો છે. દશકો સુધી જે આદિવાસીઓની આકાંક્ષાઓને નજરઅંદાજ કરવામાં આવી તેઓ આજે જોઈ રહ્યા છે કે ભાજપ સતત તેમની ઉમ્મીદો પૂરી કરવામાં લાગી છે, ભાજપ જ છે જેણે આદિવાસી કલ્યાણ માટે બજેટ વધાર્યું અને આદિવાસી વિસ્તારમાં વિકાસને ગતિ આપી, આદિવાસી મહિલા દેશની પ્રથમ રાષ્ટ્રપતિ બની. દેશભરમાં આદિવાસી સ્વતંત્રતા સેનાનીઓના મ્યુઝિયમ બનાવી ભાજપ આઝાદિના એ યોદ્ધાઓને સમ્માન આપી રહી છે. અમારા આ પ્રયાસોએ આદિવાસી યુવાનોના સ્વાભિમાનને ઊંચો કર્યો છે, ભાજપ આજે આદિવાસીને સશક્ત કરવા માટે સંભવ દરેક પ્રયત્ન કરી રહી છે.

જો કોઈ ઈમાનદારીથી આત્મચિંતન કરે તો જાણશે કે આઝાદી પછી પહેલીવાર દેશને એવી સરકાર મળી છે જે મહિલાઓની સમસ્યાઓ, તેમની આકાંક્ષાઓ અને સમજવાનો પ્રયાસ કરી રહી ચે અને તેમને અનુસાર કામની યોજનાઓ બનાવી રહી છે. મહિલાઓ માટે જેટલું ભાજપ સરકારે કર્યું તેટલું પહેલાની સરકારે ક્યારેય નથી કર્યું. પહેલાની 70 વર્ષની સરકારની સરખામણીમાં ભાજપની 8 વર્ષની સરકારે મહિલાઓ માટે વધુ કામ કર્યું છે. તેથી જ દેશની મહિલાઓ, દીકરીઓ, માતાઓ ભાજપને આશિર્વાદ આપે છે.

આગામી સમય દેશ માટે આપણા બધા માટે બહુ મહત્વપૂર્ણ છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. આ ભાવના પર આગળ વધતાં આપણે વિકસિત ભારત માટે કામ કરવાનું છે. આપણે મળીને એક બીજા માટે કામ કરવાનું છે. આવો, નાગરિકના રૂપમાં આપણે વિકસિત ભારતના સંક્લપમાં જોડાઈએ.

આજે ફરી દેશભરના લાખો કાર્યકર્તાઓને પાંચ પાંચ પેઢીની તપસ્યાને આગળ વધારવા માટે હ્રદયથી આભાર માનું છું, હું જનતા જનાર્દનનો પણ આભાર માનું છું, તેમના નિરંતર આશિર્વાદ અમારા માટે ઉર્જા બની જાય છે. આ નિરંતર સમર્થન અમને સાત્વિક ભાવથી સેવાભાવથી સમર્પણ ભાવથી કામ કરવાની પ્રેરણા આપે છે. જ્યારે અમને જનતાજનાર્દનના આશિર્વાદ મળે છે તો અમને વધુ પરિશ્રમ કરવાની શક્તિ મળે છે.

English summary
Prime Minister Narendra modi addressing from kamalam delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X