For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

71મો જન્મદિવસ ઉજવી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી

71મો જન્મદિવસ ઉજવી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 71મો જન્મદિવસ છે. ભાજપે 20 દિવસની સેવા અને સમર્પણ અભિયાનની તૈયારી કરી છે. આજે રેકોર્ડ દોઢ કરોડ રસીકરણનો ટાર્ગેટ છે. સાથે જ કેટલીય જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પ અને કેટલાય અન્ય કાર્યક્રમો થશે. પીએમ મોદીના જન્મદિવસ પર બિહારના સીએમ નીતીશ કુમારે વિશેષ રસીકરણ અભિયાન ચલાવવાનો નિર્દેશ આપ્યો છે. બિહારના સ્વાસ્થ્યમંત્રી મુજબ પીએમના જન્મદિવસ પર 30 લાખ વેક્સીનના ડોઝ લગાવવામાં આવશે. પટનાના કંકડબાગ રસીકરણ કેન્દ્ર પર સીએમ નીતીશ કુમાર પણ હાજર રહેશે. આસામમાં પણ આ અવસર પર 6 લાખ લોકોને રસી આપવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. જ્યારે ભાજપના ટ્વીટર હેંડલથી ટ્વીટ કરવામાં આવ્યું કે પીએમ નરેન્દ્ર મોદીના 71મા જન્મદિવસના અવસર પર 17 સપ્ટેમ્બર 2021ના રોજ નમો એપ પર તેમના જીવન પર આધારિત વર્ચ્યુઅલ પ્રદર્શનીનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શુભેચ્છા પાઠવી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શુભેચ્છા પાઠવી

દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ પીએમ નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિ ભવનના ટ્વિટર હેંડલથી ટ્વીટ કરવામાં આવ્યું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની હાર્દિક શુભકામના. મારી શુભેચ્છા છે કે તમે સ્વસ્થ રહો અને દીર્ઘાયુ પ્રાપ્ત કરી દેશની સેવા કાર્યમાં જોડાયા રહો.

પ્રભુ રામ તમને લાંબી ઉંમર આપેઃ યોગી આદિત્યનાથ

યૂપીના સીએમ યોગી આદિત્યનાથે પણ પીએમ મોદીને ટ્વીટ કરી જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. તેમણે લખ્યું કે, 'અંત્યોદયથી આત્મનિર્ભર ભારત'ની દિવ્ય સંકલ્પનાને સાકાર કરી રહેલા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા. પ્રભુ શ્રી રામની કૃપાથી તમને દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય. આજીવન માં ભારતીની સેવાનું પરમ સૌભાગ્ય તમને પ્રાપ્ત થતું રહે.

અમિત શાહે મોદીને ગણાવ્યા દેશના સર્વપ્રિય નેતા

પીએમ મોદીના જન્મદિવસ પર ગૃહમંત્રી અમિત શાહે લખ્યું કે દેશના સર્વપ્રિય નેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામનાઓ. ઈશ્વરથી તમારાં ઉત્તમ સ્વાસ્થ્ય અને સુદીર્ઘ જીવનની કામના કરું છું. મોદીજીએ ના માત્ર દેશને સમયથી આગળ વિચારવા અને પરિશ્રમની પરાકાષ્ઠાથી સંકલ્પને સિદ્ધ કરવાની સોચ આપી બલકે તેને ચરિતાર્થ કરી પણ દેખાડ્યું. મોદીજીના રૂપમાં દેશને એક એવું સશક્ત અને નિર્ણાયક નેતૃત્વ મળ્યું છે, જેનાતી દશકોથી પોતાના અધિકારોથી વંચિત કરોડો ગરીબોના વિકાસની મુખ્યધારાથી જોડી ના માત્ર તેમને સમાજમાં ગરિમામય જીવન આપ્યું બલકે પોતાના અથાગ પરિશ્રમથી વિશ્વભરને દેખાડી દીધું કે એક પ્રજાવત્સલ નેતૃત્વ કેવું હોય. મોદીજીએ સુરક્ષા, ગરીબ-કલ્યાણ, વિકાસ અને ઐતિહાસિક સુધારાના સમાંતર સમન્વયનું અદ્વિતીય ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના સંકલ્પ અને સમર્પણે દેશવાસીઓમાં એક નવી ઉર્જા અને આત્મવિશ્વાસ પેદા કર્યો છે, જેનાથી આજે દેશ નવા નવા કીર્તિમાન સ્થાપિત કરી આત્મનિર્ભરતા તરફ અગ્રેસર છે. મોદીજીના જીવનની ક્ષણે-ક્ષણ ગરીબો, ખેડૂતો અને વંચિતોની સેવામાં સમર્પિત છે. હું બધા કાર્યકર્તાઓને અપીલ કરું છું કે તમે મોદીજીના જન્મદિવસ પર @BJP4India ના #SevaSamarpan અંતર્ગત સેવા કાર્યોમાં ભાગ લો અને સાથે જ બાજપ સરકારોની કલ્યાણકારી યોજનાઓને જન-જન સુધી પહોંચાડો.

મોદીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ કાશીમાં 71 કિલો લાડૂની વહેંચણી

જણાવી દઈએ કે વડાપ્રધાન મોદીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ વારાણસીમાં લોકોએ દિવા પ્રગટાવ્યા અને 71 કિલો લાડૂનો ભોગ ચડાવ્યો. આ અવસર પર કાશી સંકલ્પ નામનું પુસ્તક પણ લૉન્ચ કરવામાં આવ્યું, જેને ભાજપના સાંસદ રૂપા ગાંગુલી અને બીએચયૂના વીસી જીસી ત્રિપાઠીએ લૉન્ચ કર્યું.

English summary
prime minister narendra modi celebrating his 71st birthday today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X