For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈસરો સેન્ટરથી આજે સવારે 8 વાગે દેશને સંબોધિત કરશે પીએમ મોદી

દ્રયાન 2 લેંડિગ જોવા બેંગલુરુ પહોંચેલા પીએમ મોદી આજે સવારે 8 વાગે ઈસરો સેન્ટરથી દેશને સંબોધિત કરશે.

|
Google Oneindia Gujarati News

ભારત અંતરિક્ષ વિજ્ઞાનમાં એક નવો ઈતિહાસ રચવાની નજીક હતો પરંતુ ચંદ્રયાન 2ના લેંડર વિક્રમનું લેંડિંગ માત્ર 2.1 કિમી પહેલા પૃથ્વી સાથે સંપર્ક તૂટી ગયો. ચંદ્રયાન 2નો ઈસરો કંટ્રોલ સેન્ટર સાથે સંપર્ક તૂટ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યાલયમાં વૈજ્ઞાનિકોની હિંમત વધારી. ચંદ્રયાન 2 લેંડિગ જોવા બેંગલુરુ પહોંચેલા પીએમ મોદી આજે સવારે 8 વાગે ઈસરો સેન્ટરથી દેશને સંબોધિત કરશે.

pm modi

આ પહેલા જ્યારે લેંડિંગનો સમય વીતી ગયો તો ઈસરો મુખ્યાલયમાં વૈજ્ઞાનિકોના ચહેરા પર ટેન્શન દેખાવા લાગ્યુ. ઈસરો મુખ્યાલયના કંટ્રોલ રૂમમાં હાજર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઈસરો ચીફે વર્તમાન સ્થિતિ વિશે બ્રીફ આપી. ત્યારબાદ પીએમ વિઝિટર ગેલેરીથી રવાના થઈ ગયા. ત્યારબાદ ત્યાંથી ઈસરોના પૂર્વ ચેરમેન વર્તમાન ચીફ ડૉ. સિવનનો પ્રોત્સાહન વધારતા જોવા મળ્યા. ડૉ. સિવન તરફથી સંપર્ક તૂટવાવની ઘોષણા થયા બાદ પ્રધાનમંત્રી ફરીથી વૈજ્ઞાનિકો વચ્ચે પાછા આવ્યા અને તેમનુ પ્રોત્સાહન વધાર્યુ.

ઈસરો ચીફ કે. સિવન સાથે વર્તમાન અન્ય વૈજ્ઞાનિકોને મોદીએ કહ્યુ કે જીવનમાં ઉતાર ચડાવ આવ્યા કરે છે. જે તમે કર્યુ તે નાનુ નથી. આગળ પણ આપણી કોશિશો ચાલુ છે. દેશને પોતાના વૈજ્ઞાનિકો પર ગર્વ છે. હું સંપૂર્ણપણે વૈજ્ઞાનિકો સાથે છુ. આગળ પણ આપણી યાત્રા ચાલુ રહેશે. હું તમારી સાથે છુ તમે હિંમત સાથે આગળ વધો. તમારા પુરુષાર્થથી દેશ ફરીથી ખુશીઓ મનાવવા લાગશે.

ચંદ્રમાંના દક્ષિણી ધ્રુવ પર લેંડર વિક્રમની શુક્રવાર-શનિવાર વચ્ચેની રાત 1 વાગેને 55 મિનિટે લેંડિંગ થવાનુ હતુ પરંતુ તેનો સમય બદલીને 1 વાગેને 53 મિનિટ કરી દેવામાં આવ્યો હતો. જો કે સમય વીતી ગયા બાદ પણ લેંડર વિક્રમની સ્થિતિ માલુમ પડી શકી નહી. ઈસરોના ચેરમેન ડૉ. કે. સિવને જણાવ્યુ, લેંડર વિક્રમની લેંડિંગ પ્રક્રિયા એકદમ બરાબર હતી. જ્યારે ચંદ્રના દક્ષિણી ધ્રુવની સપાટીથી 2.1 કિમી દૂર હતો ત્યારે તેનો પૃથ્વી સાથે સંપર્ક તૂટી ગયો. અમે ઑર્બિટમાંથી મળી રહેલા ડેટાનું વિશ્લેષણ કરી રહ્યા છે.

English summary
Prime Minister Narendra Modi will address the nation from ISRO Control Centre today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X