PM નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેનનો થયો રાજસ્થાનમાં અકસ્માત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેનનો રાજસ્થાનમાં થયો અકસ્માત. ઉલ્લેખનીય છે કે આ અકસ્માતમાં એક વ્યક્તિના મોતના ખબર પણ આવ્યા છે. જાણો આ સમાચાર અંગે વધુ અહીં.
રાજસ્થાનમાં એક અકસ્માતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન ઇજાગ્રસ્ત થયા છે. આ જાણકારી પોલીસ દ્વારા આપવામાં આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ આ અકસ્માતમાં એક વ્યક્તિની મોત પણ થઇ છે. આ અકસ્માત કોટા ચિત્તોડ હાઇવે પર થઇ હતી. મીડિયા રિપોર્ટ મુજબ જશોદાબેનને માથામાં વાગ્યું છે. વધુમાં અકસ્માત પછી તેમને ચિત્તોડની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે આ અકસ્માત કેવી રીતે થયો તે અંગે હજી વિગતા મળવાની બાકી છે. નોંધનીય છે કે જશોદાબેન અને પીએમ મોદી લાંબા સમયથી અલગ રહે છે.

ઉલ્લેખનીય છે કે ભલે નરેન્દ્ર મોદી અને જશોદાબેન એકબીજાની સાથે ના રહેતા હોય તેમ છતાં જશોદાબેન વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઇને જાહેરમાં પીએમ મોદીના કામોના વખાણ કરતા જોવા મળે છે. ત્યારે આ અકસ્માત વખતે પણ પીએમના પત્ની હોવાના કારણે તેમને સુરક્ષા આપવામાં આવી હતી. નોંધનીય છે કે જસોદાબેન એક સામાજીક પ્રસંગે જઇ રહ્યા હતા ત્યારે તેમને આ અકસ્માત નડ્યો હતો. વધુમાં તેમના ડ્રાઇવરનું ઘટના સ્થળે જ મોત થયું હતું.












Click it and Unblock the Notifications
