For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PMની ચીન સાથેના અસંતુલિત વ્યાપાર અંગે વેન સાથે ચર્ચા

By Super
|
Google Oneindia Gujarati News

india-china
પનોમ પેન્હ, 19 નવેમ્બરઃ પ્રધાનમંત્રી મનમોહન સિંહે ચીન સાથે વધતા અસંતુલિત વ્યાપાર અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી છે અને ભારતની આધારભૂત પરિયોજનાઓમાં ચીનને રોકાણ માટે આમત્રીત કર્યું છે. જો કે ચીનના પ્રધાનમંત્રી વેન જિયાબાઓએ આ અંગે કહ્યું કે આ સમસ્યાનું સમાધાન ધીમે-ધીમે કરી શકાય છે.

ભારત અને ચીને વચ્ચે આ મહિનાના અંતમાં બીજી રણનીતિક આર્થિક વાતચીત થવા જઇ રહી છે. આ બેઠકમાં ખાસ કરીને એ સમયે જ્યારે પશ્ચિમ દેશોમાં સંકટ ઘેરાઇ રહ્યો છે, ઝડપથી આગળ વધતી બન્ને અર્થ વ્યવસ્થાઓ વચ્ચે વ્યાવસાયિક સંબંધોને વધુ વિસ્તાર આપવા અંગે પ્રમુખતા રહેશે.

રણનીતિક આર્થિક વાતચીતનો દોર પૂર્ણ થયા બાદ બન્ને દેશોએ વિશેષ પ્રતિનિધિઓ વચ્ચે સરહદ સાથે જોડાયેલા મામલા અને અન્ય મુદ્દા પર વાતચીતના આગળના દોર માટે સમય નક્કી કરવામાં આવશે. આ બેઠક ટૂંક સમયમાં ચીનમાં થશે.

આ બન્ને નેતાઓની આસિયન સમ્મેલનમાં થયેલી 40 મીનિટની મુલાકાતમાં વિભિન્ન આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ સાથે આર્થિક સહયોગ, સરહદ સાથે જોડાયેલા મુદ્દા, રક્ષા, સમુદ્ર ક્ષેત્રની સુરક્ષા જેવા વિવિધ ક્ષેત્રો અંગે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો.

બન્ને નેતા એ વાત પર સહમત હતા કે ભારત અને ચીન સામે વિકાસની ઘણી બધી સમસ્યાઓ ઉપસ્થિત છે અને આ સાથે બન્ને વચ્ચે સહયોગ પણ વધી શકે છે. વેનને કહ્યું કે તેમના દેશનું ભારત વલણ આ સિદ્ધાંતથી પ્રેરિત છે.

English summary
Prime Ministers of India and China met here on Monday, and said the bilateral friendship that currently exists between the two country.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X