For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રકાશન સંમેલનમાં મોદી અતિથિ વિશેષ, પ્રકાશકોનો વિરોધ

By Super
|
Google Oneindia Gujarati News

narendra-modi
નવી દિલ્હી, 26 ફેબ્રુઆરીઃ આ સપ્તાહના અંતે શરૂ થનારું પ્રકાશન સંમેલન વિવાદોના ઘેરામાં આવી ગયું છે. આ સંમેલનમાં ભાગ લેનારા ઘણા પ્રકાશકોએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મુખ્ય અતિથિ બનાવવાનો વિરોધ કર્યો છે અને સંમેલનથી અલગ રહેવાનું નક્કી કર્યું છે. વ્યવસાયિક પ્રકાશકોનુ સંમેલનની ત્રીજી આવૃતિ 'રોમાન્સિંગ પ્રિન્ટ 2013' બે માર્ચે શરૂ થવાની છે.

આ વર્ષે આ સંમેલનનું આયોજન ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ માસ્ટર પ્રિન્ટ્સ(એઆઇએફએમપી) અને ધ જર્નલ પ્રેસ આઇડિયાઝ તરફથી કરવામાં આવ્યું છે. જેમાં રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રીય બન્ને ક્ષેત્રના લોકો અને પ્રકાશક સામેલ થવાના છે. આયોજકોએ કહ્યું કે, તેમને આ સંમેલનમાં 300 પ્રકાશકો ભાગ લેશે તેવી આશા છે.

તુલિકા બુક્સના ઇંદ્રુ ચંદ્રશેખરે કહ્યું, ' અમે એ વાતને લઇને સ્તબ્ધ છીએ કે રોમાન્સિંગ પ્રિન્ટના આ વર્ષના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે નરેન્દ્ર મોદીને આમંત્રિત કરવામાં આવ્યા છે. કોઇ રાજકીય વ્યક્તિ જે પ્રકાશન ઉદ્યોગ સાથે જોડાયેલું નથી અને આ ક્ષેત્રમાં કોઇ અધિકારિક પદ પર નથી, તેને અતિથિ વિશેષ તરીકે શા માટે બોલાવવામાં આવ્યા તે અમને સમજાતું નથી. '

ચંદ્રશેખરે દાવો કર્યો છે કે વિરોધ બાદ બે મીડિયા પાર્ટનર મુંબઇ સ્થિત પ્રિંટવીક ઇન્ડિયા અને દિલ્હી સ્થિત ઇન્ડિયન પ્રિન્ટર એન્ડ પબ્લિસર(આઇપીપી)એ સંમેલનમાં હાજર નહીં રહેવાનું નક્કી કર્યું છે. તેમણે કહ્યું કે આયોજકોને મોકલવામાં આવેલા ઇ મેઇલમાં પ્રિંટવીક ઇન્ડિયાના સમૂહ સંપાદક રામૂ રામનાથને સંમેલાનના મીડિયા પાર્ટનર તરીકે અધિકારિક રીતે અલગ થવાની વાત પણ કરી છે.

રામનાથને કહ્યું, 'પત્રિકા અને પ્રકાશક તરીકેના 12 વર્ષના અનુભવ સાથે અમે મર્યાદા, મૂલ્યો, લોકતાંત્રિક સિંદ્ધાતો સાથે ભારતના સંવિધાન સાથે ઉભા રહ્યાં છીએ. પ્રિંટવીક ઇન્ડિયાના સંપાદક તરીકે મારું માનવું છે કે નરેન્દ્ર મોદી આ મૂલ્યો સાથે નથી. તેથી હું મારું સમર્થન પરત લઇ રહ્યો છું.' ઇન્ડિયન પ્રિન્ટર એન્ડ પબ્લિસર પેકેજિંગ સાઉથ એશિયાના સંપાદક નરેશ ખન્નાએ પણ આ સંમેલનાં નહીં આવવાનો નિર્ણય કર્યો છે. ખન્નાએ કહ્યું, ' મને એ વાતનો ખેદ છે કે અમે રોમાન્સિંગ પ્રિન્ટ 2013ના મીડિયા પાર્ટનર નહીં રહીએ.'

English summary
A printers' conference, which will begin in New Delhi later this week, has got into a controversy with several participants pulling out to protest participation of Gujarat Chief Minister Narendra Modi as the Chief Guest.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X