For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રીતમ મુંડેએ તોડ્યો નરેન્દ્ર મોદીનો રેકોર્ડ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

બીડ, 20 ઓક્ટોબર: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મોટી જીત પ્રાપ્ત થઇ છે. ભાજપે એકતરફ 122 સીટો જીતીને સૌથી મોટી પાર્ટીનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે તો બીજી તરફ રેકોર્ડ પણ બનાવ્યો છે.

ભાજપન દિવંગત નેતા અને પૂર્વ કેન્દ્રિય મંત્રી ગોપીનાથ મુંડેની પુત્રી પ્રીતમ મુંડેએ બીડ લોકસભા સીટ માટે યોજાયેલી પેટાચૂંટણીમાં જીતનો નવો રેકોર્ડ બનાવ્યો છે. પ્રીતમ મુંડેની આ જીતે સામાન્ય ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીતના મોટા અંતરને પછાડી દિધું છે.

પ્રીતમ મુંડેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેકોર્ડને તોડીને સૌથી મોટી જીત પોતાના નામે કરી દિધી છે. બીડ સીટ પર પેટાચૂંટણીમાં પ્રીતમ મુંડેએ ઇતિહાસ રચતાં અત્યાર સુધી સૌથી વધુ 6.96 લાખ મતોના અંતરથી ચૂંટણી જીતવાનો રેકોર્ડ બનાવ્યો.

preetam-munde

પ્રીતમ મુંડેએ મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને કોંગ્રેસ ઉમેદવાર અશોક પાટીલને છ લાખ 96 હજાર 321 વોટોથી હરાવ્યા. તેમને નવ લાખ 22 હજાર 416 વોટ મળ્યા જ્યારે અશોક પાટીલને 2 લાખ 26 હજાર 95 મત પ્રાપ્ત થયા.

અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 લાખ 70 હજારથી વધુ મતોથી ગુજરાતના વડોદરા સીટ પરથી જીત પ્રાપ્ત કરી હતી જે મોટી જીત ગણવામાં આવી રહી હતી, પરંતુ નરેન્દ્ર મોદી 2004ના માકપાના અજિત બસુનો રેકોર્ડ તોડી શક્યા ન હતા.

માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીના અનિલ બસુએ 2004ની સામાન્ય ચૂંટણીમાં પશ્વિમ બંગાળની આરામબાગ પર 5 લાખ 92 લાખ 502 મતોથી જીત નોંધાવી હતી. પરંતુ આ વખતે બીડ લોકસભા સીટે પ્રીતમ મુંડેએ 6.96 લાખથી મોટી જીત પ્રાપ્ત કરી બધાનો રેકોર્ડ તોડી દિધો છે. બીડ લોકસભા સીટ ગોપીનાથ મુંડેના નિધનના લીધે ખાલી થઇ હતી. ભાજપે તેમની અપાર લોકપ્રિયતા જોતાં તેમની પુત્રી પ્રીતમને પેટાચૂંટણીમાં ઉતારી હતી.

English summary
Pritam Munde, contesting from the Beed Lok Sabha seat in Maharashtra on Sunday, won by nearly 7 lakh votes - the highest ever in India's electoral history.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X