પૃથ્વી મિસાઇલનું સ્થાન લેશે વધુ શક્તિશાળી પ્રહાર : DRDO

ડીઆરડીઓ પ્રમુખે જણાવ્યું કે પૃથ્વી મિસાઇલને સેવામાંથી દૂર કર્યા બાદ 100થી 150 કિલોમીટરની મારક ક્ષમતા માટે પ્રહાર મિસાઇલ શ્રેષ્ઠ છે. 150 કિલોમીરટરની મારક ક્ષમતાવાળી પ્રહાર સિંગલ સ્ટેજ મિસાઇલ છે. જેમાં ઘન ઇંધણનો ઉપયોગ કરવામાં આવે છે. ડીઆરડીઓએ પ્રથમવાર તેનું પરિક્ષણ ઓરિસ્સા રેન્જમાંથી 2011માં કર્યું હતું. આ મિસાઇલ 250થી 350 કિલોમીટરની રેન્જમાં મારી શકે છે.
પ્રહાર મિસાઇલને વધારે વિકસીત કરવાનું કાર્ય ચાલુ જ છે. તેના ઉપયોગ માટે સેનાને તેના પરિક્ષણની દરખાસ્ત ટૂંક સમયમાં મોકલવામાં આવશે. જો તેના ઉપયોગને મંજૂરી મળી જશે તો પ્રહારને આર્ટિલરી કોરમાં સામેલ કરવાની યોજના છે.












Click it and Unblock the Notifications
