પૃથ્વીરાજ ચવ્હાણે સાધ્યું નરેન્દ્ર મોદી પર નિશાન!

મોદીનું નામ લીધા વગર ચૌહાણે જણાવ્યું કે 'હું માનું છું કે આ ખૂબ જ મોટું સંકટ છે આને હળવાશથી ના લો. અમારું સોએ સો ટકા ધ્યાન લોકોને બચાવવા અને તેમને ઘરે મોકલવામાં લાગેલું છે. આ ઘટનાને જનસંપર્ક માટેનું માધ્યમ ના બનાવવું જોઇએ. ઉત્તરાખંડ સરકારની મદદ પ્રાથમિકતા હોવી જોઇએ નહીં કે પોતાની પબ્લિસીટી તરફ.'
મુખ્યમંત્રી મીડિયામાં આવેલ રિપોર્ટ સાથે જોડાયેલ એક સવાલ પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા જેમાં ઉત્તરાખંડમાં ફંસાયેલા હજારો ગુજરાતી તીર્થયાત્રીઓને બચાવવામાં ગુજરાતના મુખ્યમંત્રી તરફથી કરવામાં આવેલ પ્રયત્નોને વ્યક્ત કરી હતી.
જોકે હાલ કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહના તે નિવેદન અંગે મુખ્યમંત્રી ચવ્હાણે કોઇ પ્રત્યાઘાત આપ્યા નથી. ગુજરાતના મુખ્યમંત્રી અગાઉ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ મંદિરના જિર્ણોદ્ધારનો પ્રસ્તાવ મૂક્યો હતો.












Click it and Unblock the Notifications
