VIDEO: પ્રિયા પ્રકાશનું થયુ બ્રેકઅપ, દિલ પર પત્થર મૂકીને કહી વાત
યુવાનોના દિલની ધડકન પ્રિયા પ્રકાશ વેરિયરનું બ્રેક અપ થઈ ગયુ છે. વેલેન્ટાઈન ડે ના દિવસે એક વીડિયોથી ‘નેશનલ ક્રશ’ નું બિરુદ મેળવેલી પ્રિયા પ્રકાશે પોતાના પ્રેમી સાથે ખરેખર બ્રેકઅપ કરી લીધુ છે.
યુવાનોના દિલની ધડકન પ્રિયા પ્રકાશ વેરિયરનું બ્રેક અપ થઈ ગયુ છે. વેલેન્ટાઈન ડે ના દિવસે એક વીડિયોથી 'નેશનલ ક્રશ' નું બિરુદ મેળવેલી પ્રિયા પ્રકાશે પોતાના પ્રેમી સાથે ખરેખર બ્રેકઅપ કરી લીધુ છે. આવુ અમે નહિ, તે પોતે કહી રહી છે. એક વીડિયો હમણાંથી સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે. જેમાં તેણે દિલ પર પત્થર મૂકીને પોતાનું બ્રેક અપ કરી લીધુ છે.

બ્રેક અપની વાત કરી રહી છે પ્રિયા
એક વીડિયોથી સનસની મચાવી ચૂકેલી પ્રિયા પ્રકાશ વેરિયરને હવે કોઈ પરિચયની જરૂર નથી. હવે તો પ્રિયાનો કોઈ ફોટો હોય કે વીડિયો આવતાં વેંત જ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ જાય છે. હમણાં થોડા સમય પહેલાની જ વાત છે જ્યારે પ્રિયા ‘હવા હવા' ગીત ગાઈ રહી હતી અને તેનો વીડિયો ખૂબ શેર કરવામાં આવ્યો હતો. હવે પ્રિયાનો વધુ એક વીડિયો આવ્યો છે જેમાં તે ‘બ્રેક-અપ'ની વાત કરી રહી છે, પરંતુ આમાં ચિંતાની કોઈ વાત નથી.

આવી રીતે થયુ પ્રિયાનું બ્રેક-અપ
પ્રિયાનું વાસ્તવમાં બ્રેક અપ નથી થયુ. એ તો બસ બોલીવુડનું ફેમસ બ્રેક અપ સોંગ ગાઈ રહી છે. પ્રિયા પોતાની એક દોસ્ત સાથે કરણ જૌહરની ફિલ્મ ‘એ દિલ હે મુશ્કિલ‘ નું ગીત બ્રેકઅપ સોંગ ગણગણતી દેખાઈ રહી છે. આ વીડિયો કોઈ મ્યૂઝિકલ એપથી શૂટ કરવામાં આવ્યો છે જેમાં માત્ર ગીત પર લિપ્સિંગ કરવાનું હોય છે. વીડિયોમાં પ્રિયાનો એ જ લુક જોવા મળે છે જે તેની આંખ મટકાવતી વાઈરલ ક્લીપમાં હતો.

રાતોરાત બની ગઈ હતી સેન્સેશન
વેલેન્ટાઈન ડે ના થોડાક દિવસો પહેલા જ પ્રિયા પ્રકાશ વેરિયરના એક વીડિયોએ તેને રાતોરાત સોશિયલ મીડિયા સેન્સેશન બનાવી દીધી હતી. પ્રિયાની ફિલ્મ ‘ઓરુ અદાર લવ‘ ના ગીત ‘મનિકયા મલરાયા પૂરી‘ ગીતની ક્લિપ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગઈ હતી જેમાં તે આંખો મટકાવતી દેખાઈ રહી હતી. આ વીડિયો એટલો વાઈરલ થયો હતો કે તેને ‘નેશનલ ક્રશ‘નો ખિતાબ મળી ગયો હતો. આ વીડિયોએ રાતોરાત પ્રિયાને સ્ટાર બનાવી દીધી હતી. તેના સોશિયલ ફેન્સમાં પણ ખૂબ વધી ગયા હતા.

અભ્યાસ કરી રહી છે પ્રિયા પ્રકાશ
જો કે પ્રિયાના આ ગીત પર ઘણો વિવાદ પણ થયો. કેટલાક મુસ્લિમ સંગઠનોએ આ ગીતને પ્રોફેટ મોહમ્મદનું અપમાન ગણાવીને તેના પર પ્રતિબંધ લાવવાવી માંગ કરી હતી. પોતાના વિરોધમાં કેસ અને ગીત પર પ્રતિબંધની માંગના વિરોધમાં પ્રિયા સર્વોચ્ચ અદાલતમાં પહોંચી હતી. સુપ્રિમ કોર્ટે પણ તેને મોટી રાહત આપતા બધા કેસ પર રોક લગાવી દીધી હતી. પ્રિયા અભિનયની સાથે સાથે અભ્યાસ પણ કરી રહી છે. તે ત્રિશૂરની વિમલા કોલેજમાં બી.કોમના ફર્સ્ટ યરની છાત્રા છે.
A post shared by bollywood acting singing dance (@bollywoodfun360) on












Click it and Unblock the Notifications
