પ્રિયંકા ગાંધીને થયો ડેન્ગ્યૂ, હોસ્પિટલમાં દાખલ કર્યા

Written By:
Subscribe to Oneindia News

કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાને ડેન્ગ્યૂ થઈ જતા તેમને દિલ્હીની, સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રિયંકા ગાંધી વાડ્રાને બુધવારના રોજ તાવ આવવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેને લઈને ડોક્ટરોએ શુક્રવારના રોજ તેમને ડેન્ગ્યૂ હોવાની માહિતી આપી હતી. હાલ ડોક્ટરોની એક ટીમ પ્રિયંકાની સારવારમાં લાગી છે. ચીફ મેડિકલ કંસ્લટન્ટ અરુપ બાસુ તેમનો ઉપચાર કરી રહ્યા છે. જો કે ડોક્ટરો અને તેમના પરિવારજનોના જણાવ્યા મુજબ હાલ તેમની સ્થિતિમાં ઝડપથી સુધારો થઇ રહ્યો છે.

પ્રિયંકા ગાંધી

નોંધનીય છે કે ગુજરાતની જેમ દિલ્હીમાં પણ એક પછી એક ડેન્ગ્યૂના કેસ વધી રહ્યા છે. અને ડેન્ગ્યૂની ઝપેટમાં હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધી પણ આવી ચૂક્યા છે. હાલમાં જ દિલ્હીના નવા 657 કેસ નોંધવામાં આવ્યા છે. ત્યારે હાલ તો પ્રિયંકા ગાંધીનો પરિવાર તેમની સેવામાં ખડે પગે ઊભો છે. સાથે જ તેમના ભાઇ રાહુલ ગાંધી પણ આવનારા સમયમાં તેમની ખબર પૂછવા હોસ્પિટલ આવશે તેવી સંભાવનાઓ છે.

English summary
Priyanka Gandhi admitted to Delhi Hospital after diagnosed with dengue
Please Wait while comments are loading...