For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ સમિતિની બેઠકમાં જોવા મળ્યો પ્રિયંકા ગાંધીનો સખત અંદાજ

કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વી યુપી પ્રભારી પ્રિયંકા ગાંધીએ રાજ્યમાં કોંગ્રેસની સ્થિતિને મજબૂત કરવા માટે પોતાના પ્રયત્નો શરૂ કરી દીધા છે.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વી યુપી પ્રભારી પ્રિયંકા ગાંધીએ રાજ્યમાં કોંગ્રેસની સ્થિતિને મજબૂત કરવા માટે પોતાના પ્રયત્નો શરૂ કરી દીધા છે. જે અંતર્ગત તેમણે મંગળવારે પાર્ટીના પદાધિકારીઓ સાથે કોંગ્રેસ સમિતિની બેઠકમાં ભાગ લીધો. બેઠકમાં ભાગ લીધા બાદ પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે મે સંગઠન, ઢાંચો અને પાર્ટીની અંદર શું ફેરફાર કરવાનો છે તેના વિશે જાણકારી મેળવી છે. વળી હું લોકોના મંતવ્ય જાણવાની કોશિશ કરી રહી છુ કે તેમના મતે ચૂંટણી કેવી લડવામાં આવે.

સવાલોથી છૂટી ગયો પરસેવો

સવાલોથી છૂટી ગયો પરસેવો

બેઠકમાં પ્રિયંકા ગાંધીએ તમામ પદાધિકારીઓને ઘણા સવાલ પૂછ્યા જેનાથી તેમને પરસેવો છૂટી ગયો. આ દરમિયાન પ્રિયંકાએ પદાધિકારીઓને પૂછ્યુ કે તમારી બૂથ સંખ્યા શું છે, તમે છેલ્લે કયો કાર્યક્રમ કર્યો, કેટલા સમય પહેલા કર્યો, કાર્યક્રમનું નામ શું હતુ, ત્યારબાદ કયો કાર્યક્રમ કર્યો. આ સવાલોના જવાબ આપવા અધિકારીઓ માટે મુશ્કેલ સાબિત થઈ રહ્યા હતા. આ દરમિયાન પ્રિયંકાએ પૂછ્યુ કે ચૂંટણી કોણ લડવા ઈચ્છે છે જેના પર અડધાથી વધુ લોકોએ હાથ ઉંચા કર્યા.

મળીને લડાવો ચૂંટણી

મળીને લડાવો ચૂંટણી

પ્રિયંકા ગાંધીએ તમામ પદાધિકારીઓને કહ્યુ કે જે પણ ઉમેદવારનું નામ ચૂંટવામાં આવશે તમે બધા મળી ચૂંટણી લડશો. વળી પદાધિકારીઓએ પ્રિયંકાને અપીલ કરી કે ચૂંટણી સ્થાનિક કોંગ્રેસના નેતાને જ લડાવવામાં આવે. એક બ્લોક સ્તરના અધિકારીને જ્યારે પ્રિયંકાએ સવાલ પૂછ્યા તો તે રડવા લાગ્યા અને કહ્યુ કે પ્રભારીને મળવાનો મોકો જ નહોતો મળતો, મોટા લોકો જ એરપોર્ટ પર જતા હતા અને એ જ લોકો તેમને મળી શકતા હતા.

કેમ નથી તૈયાર થઈ લીડરશિપ

કેમ નથી તૈયાર થઈ લીડરશિપ

આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ જ્યારે પૂછ્યુ કે લખનઉમાં હજુ સુધી લીડરશિપ તૈયાર કેમ નથી થઈ જેના પર પદાધિકારીઓએ કહ્યુ કે અહીં બહારના નેતાઓથી ચૂંટણી લડાવવામાં આવે છે. એ લોકો ચૂંટણી લડે છે અને પછી જતા રહે છે જેનાથી સંગઠનમાં ઘણી નિરાશા થાય છે. પ્રિયંકાએ કહ્યુ કે અહીં જે પણ આવે છે તે પોતાને મહામંત્રી ગણાવે છે, કોણ છે અહીં મહામંત્રી. આના પર જવાબ મળ્યો 500 લોકોની સમિતિ છે. જે સાંભળીને પ્રિયંકા ચોંકી ગયા. તેમણે કહ્યુ કે આટલી મોટી સમિતિ છે, આટલી તો યુએનઓમાં પણ નથી.

માંગવામાં આવી જાણકારી

માંગવામાં આવી જાણકારી

બેઠક દરમિયાન તમામ પદાધિકારીઓ પાસે એક ફોર્મ ભરાવવામાં આવ્યુ જે પ્રિયંકા ગાંધીએ જમા કરાવડાવ્યા. આમાં લોકોના નામ, સરનામા હતા. લોકોને પૂછવામાં આવ્યુ કે શું તે ટ્વિટર પર કે વૉટ્સએપ પર છે. આ તમામ પદાધિકારી પાર્ટીમાં કયા પદ પર તૈનાત છે તેની પણ જાણકારી માંગવામાં આવી.

આ પણ વાંચોઃ શું નરેન્દ્ર મોદી ફરીથી બનશે દેશના પ્રધાનમંત્રી? ભાઈ પ્રહલાદ મોદીએ આપ્યુ નિવેદનઆ પણ વાંચોઃ શું નરેન્દ્ર મોદી ફરીથી બનશે દેશના પ્રધાનમંત્રી? ભાઈ પ્રહલાદ મોદીએ આપ્યુ નિવેદન

English summary
Priyanka Gandhi attends attends congress committee meet in Lucknow ask tough questions.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X