પીએમ મોદી સામે વારાણસીથી ચૂંટણી લડી શકે છે પ્રિયંકા ગાંધી, આપ્યા સંકેત
પ્રિયંકા ગાંધીએ પોતે આ મુકાબલા વિશે સંકેત આપ્યા છે તે બાદ રાજકીય વર્તુળમાં એ ચર્ચા વધી ગઈ છે કે શું પ્રિયંકા ગાંધી પીએમ મોદી સામે વારાણસીથી ચૂંટણી મેદાનમાં ઉતરી શકે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીના સાંસદ છે અને અહીંથી તેમની જીત બાદ જ તે દેશના પ્રધાનમંત્રી બન્યા હતા. જો કે ગઈ ચૂંટણીમાં આપ નેતા અરવિંદ કેજરીવાલે પીએમ મોદે વારાણસીમાં પડકાર આપ્યો હતો. પરંતુ કલ્પના કરો જો વારાણસીમાં પીએમ મોદી સામે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી મેદાનમાં ઉતરી આવ્યા તો મુકાબલો કેટલો રસપ્રદ બની શકે છે. પ્રિયંકા ગાંધીએ પોતે આ મુકાબલા વિશે સંકેત આપ્યા છે તે બાદ રાજકીય વર્તુળમાં એ ચર્ચા વધી ગઈ છે કે શું પ્રિયંકા ગાંધી પીએમ મોદી સામે વારાણસીથી ચૂંટણી મેદાનમાં ઉતરી શકે છે.

પાર્ટી કાર્યકર્તાઓને આપ્યો આ જવાબ
પૂર્વી યુપીના પ્રભારી બનાવાયા બાદ પ્રિયંકા ગાંધી સતત પાર્ટીના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. આ દરમિયાન તે તમામ પત્રકારોના સવાલોના જવાબ આપે છે અને સ્થાનિક લોકો સાથે પણ ચર્ચા કરે છે. પ્રિયંકા ગાંધી જે રીતે અહીંના લોકો સાથે મુલાકાત કરી રહ્યા છે તેનો ફાયદો પાર્ટીને આગામી ચૂંટણીમાં મળશે. પ્રિયંકા ગાંધી જ્યારે ગુરુવારે રાયબરેલીમાં પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી રહ્યા હતા તો આ દરમિયાન પાર્ટીના કાર્યકર્તાઓએ માંગ કરી કે તમે સોનિયા ગાંધીની જગ્યાએ કેમ ચૂંટણી નથી લડતા? જેના જવાબમાં પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે વારાણસીથી કેમ ના લડુ?
મુકાબલો બની શકે છે રસપ્રદ
પ્રિયંકા ગાંધીના આ જવાબ બાદ રાજકીય હલચલ વધી ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વખતે ફરીથી વારાણસીથી ચૂંટણી લડશે. રાજ્યમાં સપા-બસપા અને આરએલડી ગઠબંધનમાં ચૂંટણી લડી રહ્યા છે અને આ વખતે સપા-બસપાને ભેગા ઉમેદવાર અહીં મેદાનમાં હશે. આ અંગેના કયાસ એટલા માટે પણ વધી ગયા છે કે પ્રિયંકા ગાંધી વારાણસીથી ચૂંટણી લડી શકે છે જ્યે પ્રિયંકા ગાંધીએ પોતે ચૂંટણી લડવા વિશે મોટુ નિવેદન આપ્યુ હતુ. પ્રિયંકા ગાંધીએ કહ્યુ હતુ કે જો પાર્ટી કહેશે તો હું ચૂંટણી લડીશ.
દેશને બચાવવાની ચૂંટણી
પ્રિયંકા ગાંધીએ કહ્યુ હતુ કે આ વખતે ચૂંટણી અભિયાનમાં હું ઘણી વ્યસ્ત છુ એટલા માટે અમેઠી અને રાયબરેલીને ગઈ વખતની જેમ સમય નહિ આપી શકુ. તેમણે પાર્ટીના કાર્યકર્તાઓને કહ્યુ હતુ કે એ બહુ જરૂરી છે કે તમે બધા લોકો દરેક ઘરમાં જાઓ અને લોકોને આ ચૂંટણીમાં દેશને બચાવવાની અપીલ કરો. આ વખતે પાર્ટી નહિ દેશને ચૂંટણી જીતવાની જરૂર છે. તેમણે કહ્યુ કે આ વખતની ચૂંટણી દેશને બચાવવાની ચૂંટણી છે લોકતંત્રને બચાવવાની ચૂંટણી છે.
સતત ઉઠી રહી છે માંગ
આ પહેલા કયાસ લગાવવામાં આવી રહ્યા હતા કે પ્રિયંકા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડી શકે છે. તેમના વિશે પાર્ટીના કાર્યકર્તા સતત પોતાનો અવાજ બુલંદ કરી રહ્યા હતા અને તેમણે ઉમેદવાર બનાવવાની માંગ કરી રહ્યા હતા. પરંતુ સોનિયા ગાંધીએ એક વાર ફરીથી નિર્ણય કર્યો છે કે તે ચૂંટણી લડશે અને સક્રિય રાજનીતિમાંથી હજુ સન્યાસ નથી લઈ રહ્યા. જો કે જોવાની વાત એ રહેશે કે શું પાર્ટી ચૂંટણીની તારીખ આટલી નજીક આવ્યા બાદ પ્રિયંકા ગાંધીને ચૂંટણી મેદાનમાં ઉતારે છે અને તેમને પીએમ મોદી સામે ઉમેદવાર બનાવે છે કે નહિ.












Click it and Unblock the Notifications
