પીએમ મોદી અને કેજરીવાલ પર પ્રિયંકા ગાંધીનો હુમલો, કહ્યુ - માત્ર પાઘડી પહેરવાથી કોઈ સરદાર નથી બની જતુ
પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે પ્રધાનમંત્રી અને અરવિંદ કેજરીવાલે પંજાબમાં પાઘડી પહેરી. પરંતુ કોઈ પાઘડી પહેરવાથી સરદાર નથી બની જતુ.
અમૃતસરઃ પ્રિયંકા ગાંધીએ રોપડમાં રો શો બાદ અમૃતસરમાં કહ્યુ કે હું જ્યાં પણ જઉ છુ ત્યાં લોકોમાં ઉત્સાહ દેખાય છે. જનતા સમજે છે કે સીએમ ચન્ની અને કોંગ્રેસ સરકાર વિકાસ લાવશે. મને વિશ્વાસ છે કે કોંગ્રેસ સરકાર બનાવશે.. હું કોઈ જ્યોતિષ નથી કે તમે મને વારંવાર સીટોની સંખ્યા વિશે પૂછશો. પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે પ્રધાનમંત્રી અને અરવિંદ કેજરીવાલે પંજાબમાં પાઘડી પહેરી. પરંતુ કોઈ પાઘડી પહેરવાથી સરદાર નથી બની જતુ. બંને નેતાઓનો જન્મ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ(આરએસએસ)થી થયો છે. એકે આંદોલન શરુ કર્યુ જેને આરએસએસનુ સમર્થન મળ્યુ હતુ. બીજા આરએસએસના સભ્ય હતા. આ બંને ખેડૂતો અને ગરીબ વિરોધી છે.

સિદ્ધુ અને દત્તીના સમર્થનમાં કર્યો રોડ શો
પ્રિયંકા ગાંધીએ મંગળવારે અમૃતસર પૂર્વ વિધાનસભામાં નવજોત સિદ્ધુ અને ઉત્તરી હલકાના ઉમેદવાર સુનીલ દત્તીના સમર્થનમાં રોડ શો કર્યો. રાતે લગભગ પોણા આઠ વાગે બટાલા રોડથી શરુ થઈને આ શો 30 મિનિટમાં અડધો કિલોમીટર ચાલીને ખતમ કરી દેવામાં આવ્યો. પ્રિયંકા ગાંધીએ મંગળવારની સાંજે ચાર વાગે નવજોત સિંહ સિદ્ધુ અને સુનીલ દત્તીના સમર્થનમાં રોડ શોનો કાર્યક્રમ હતો. તેઓ રોપડમાં જ મોડા થઈ ગયા હતા અને રાતે લગભગ 7.30 વાગે અમૃતસર પહોંચ્યા હતા.
પ્રિયંકા ગાંધીનુ હેલીકૉપ્ટર ગુરુ નાનક દેવ યુનિવર્સિટી કેમ્પસમાં સ્થિત હેલીપેડ પર ઉતરવાનુ હતુ પરંતુ ટેકનિકલ કારણોના કારણે તેમનુ ચોપર શ્રી ગુરુ રામદાસજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતર્યુ. જણાવવામાં આવી રહ્યુ છે કે વિઝિબિલીટી ન હોવાના કારણે તેમના ચોપરને એરપોર્ટ પર ઉતારવામાં આવ્યુ. નવજોત સિંહ સિદ્ધુ અને સુનીલ દત્તીએ તેમનુ એરપોર્ટ પર સ્વાગત કર્યુ.
અહીંથી પ્રિયંકા ગાંધી સીધા બટાલા રોડ પહોંચ્યા અને પહેલેથી તૈયાર ઓપન કારમાં સવાર થઈ ગયા. આ દરમિયાન નવજોત સિંહ સિદ્ધુ અને સુનીલ દત્તી તેમની પાછળ ઉભા હતા. લગભગ 7.45 વાગ શરુ થયેલો પ્રિયંકા ગાંધીનો રોડ શો લગભગ અડધા કિલોમીટર બાદ સમાપ્ત કરી દેવામાં આવ્યો. આ દરમિયાન દત્તીથી નારાજ દિનેશ બસ્સી જોવા મળ્યા નહિ જ્યારે જિલ્લા યોજના બોર્ડના ચેરમેન રાજ કંવલપ્રીત સિંહ લક્કી અને પૂર્વ નેતા તેમજ અગ્રવાલ સમાજના પ્રધાન રજત અગ્રવાલ પણ હાજર રહ્યા.
I said that PM & Kejriwal ji come to Punjab & wear turbans on stage; doesn't make them Sardars. Both of them were born out of RSS -one started an agitation that was backed by RSS, the other was an RSS member. They're the same. Both of them are anti-farmers, anti-poor: Priyanka GV pic.twitter.com/Jo8ZjgHtZx
— ANI (@ANI) February 15, 2022
I see enthusiasm in people, wherever I go. Public understands that CM Channi & Congress govt will bring development. I'm confident Congress will form govt...I'm not an astrologer that you'll ask me about the number of seats again & again: Priyanka GV in Amritsar#PunjabElections pic.twitter.com/TUMcsBTBhl
— ANI (@ANI) February 15, 2022












Click it and Unblock the Notifications
